________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢશકુમારની કથા
( ૨૯૩)
તે એક વૃક્ષ નીચે આરામ લેવા બેઠે. તે વૃક્ષ પર એક હંસ ને એક કાગડો બેઠા હતા. તે બંનેની મિત્રાચારી થયેલી હતી. કાગડાને સ્વભાવ “કા કા' કરવાનું હોવાથી તે માટે સ્વરે “કો કે કરવા લાગ્યા અને રાજાના માથા ઉપર ચરક, તેથી રાજા બહુ ગુસ્સે થયે, એટલે તેણે તેના પર બાણ છેડ્યું, પરંતુ કાગડો ચાલાક હોવાથી ઊડી ગયો ને બાણ હંસને વાગ્યું તેથી તે રાજા પાસે ભૂમિ પર પડ્યો. તેને શ્વેત વર્ણવાળે જોઈને રાજાને આશ્ચર્ય થયું તેથી તે બે કે–શું કાગડાઓ પણ શ્વેત હોય છે ?.” તે વખતે વખતે હંસ બોલ્યો કે –
नाहं काको महाराज! हंसोऽहं विमले जले। नीचसंगप्रसंगेन, मृत्युरेव न संशयः ॥१॥
હે મહારાજ ! હું કાગડે નથી, હું તો માનસરેવરના નિર્મળ જળમાં વસનારે હંસ છું, પરંતુ આ નીચ કાગડાના પ્રસંગથી મરણદશાને પામે છે. નીચની સંગતથી મૃત્યુ પ્રાપ્ત થાય એ વાત સંશય વિનાની છે. આ દષ્ટાંતથી ઉત્તમ મનુષ્ય નીચને સંગ કદાપિ પણ કરે નહીં.
અંતરાય કમની પૂજા ( સંબંધ પૃષ્ઠ ૧૯૭)
૧૯ ઢઢણકુમારની કથા કુબેરે બનાવેલી દ્વારકાનગરીમાં શ્રીકૃષ્ણ વાસુદેવ બળભદ્રની સાથે રાજ્ય કરતા હતા. તે વાસુદેવને ઢંઢણ નામે રાણી હતી. તેની કૂક્ષિથી ઉત્પન્ન થયેલ દ્રઢણુ નામને કુમાર હતા. તે યુવાવસ્થા પામ્યું એટલે તેને કૃષ્ણ વાસુદેવે મોટા ઉત્સવથી સૌન્દર્યમાં દેવકન્યાને તિરસ્કાર કરે તેવી ઘાણી રાજકન્યાઓ પર
For Private and Personal Use Only