________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢઢણુકુમારની કથા.
(૨૯૭)
તેને તે ગામમાં પાંચ સે સાંતીને અધિકાર આપ્યા હતા. એકદા ખેડૂતાને માટે ભેાજન આવ્યું હતુ, ખળદો માટે ઘાસ આવ્યું હતું અને સવે ક્ષુધા અને તૃષાથી વ્યાપ્ત થઈ ગયા હતા, તે પણ તે પારાસરે તે પાંચ સેા ખેડૂતને જમવાની રજા આપી નહીં અને કહ્યું કે મારા ખેતરમાં એક એક ચાસ ખેડીને પછી સર્વે ભેાજનાદિક કરો. ” તે સાંભળી પરાધીન ખેડૂતાએ તેના કહેવા પ્રમાણે કર્યું. આ વખતે તેણે અંતરાય કર્મ આંધ્યુ . ત્યાંથી મૃત્યુ પામી ઘણા ભવ ભ્રમણ કરીને કાંઈક પુણ્યના પ્રભાવથી અહીં કૃષ્ણના પુત્ર થયા છે. તેણે વૈરાગ્યથી દીક્ષા લીધી છે અને અભિગ્રહ ધારણ કરેલા છે. તે ગાચરી માટે જેવી રીતે જાય છે તેવી જ રીતે પૂર્વના કવડે ભિક્ષા વિના જ પાછા આવે છે; પણ તેનામાં કૈલાસ પર્વત કરતા પણ અનંતગુણુ થૈ છે, કેમકે તેને ભિક્ષા મળતી નથી તે પણ તે ઉદ્વેગ પામતા નથી, તેમ જ બીજાની નિંદા કરતા નથી; પરંતુ દીનતા ધારણ કર્યા વિના જ હુંમેશાં અલાભપરિષદ્ધને સહન કરે છે અને સર્વ પ્રકારે પરપુદ્ગળથી ઉત્પન્ન થયેલા તથા અનેક જીવની હિં`સાદિવડે નીપજેલા આહારના દોષાનુ ચિંતન કરીને અનાહારીના ગુણ્ણાની પ્રશંસા કરતા તે ઘણી સકામ નિર્જરા કરે છે.”
આ પ્રમાણે શ્રી જિનેન્દ્રના મુખથી સાંભળીને સ સાધુએ આશ્ચર્ય પામી ઢંઢણમુનિની પ્રશંસા કરવા લાગ્યા. અનુક્રમે અલાભપરિષ સહન કરતાં ઢંઢઋષિને છ માસ વ્યતીત થયા. તે અવસરે પ્રભુને વાંદવા માટે આવેલા શ્રી કૃષ્ણે ધમ દેશના થઈ રહ્યા પછી પ્રભુને પૂછ્યું કે—“ હે ભગવન્ ! અઢાર હજાર શીલાંગરૂપી રથમાં બેઠેલા હજાર મુનિએમાં વિશેષ દુષ્કર કાર્ય કરનાર કાણુ છે ? ”
આ અઢાર
For Private and Personal Use Only
מ