________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢંઢણકુમારની કથા
(૨૫)
જેમ સંયમનું પાલન થઈ શકે નહિ. ૪ સૂત્ર ને અર્થનું ચિંતવન કરવામાં એકગ્રતારૂપ જે પ્રાણિધાન તેને માટે ભક્તપાન ગ્રહણ કરવું, કેમકે તૃષાથી દુર્બળ થયેલાને દુર્થાન પ્રાપ્ત થવાને સંભવ છે, તે પછી સૂત્રાર્થનું ચિંતવન ક્યાંથી જ કરી શકે? પ પ્રાણુ એટલે પિતાનું જીવિતવ્ય તેના રક્ષણ માટે આહારપાણી લેવા કેમકે અવિધિવડે સુધા-તૃષા સહન કરીને પિતાના પ્રાણને પણ નાશ કરે છે તેથી પણ હિંસા થાય છે. ૬ ઈર્યાપથિકી એટલે ચાલતી વખતે માર્ગ છે, તેને માટે આહારદિક ગ્રહણ કરવા, કેમકે ક્ષુધા અને તૃષાથી આકુળવ્યાકુળ થયેલે માણસ નેત્રવડે બરાબર જોઈ શકે નહીં, તેથી માર્ગમાં રહેલા જીવાદિકનું નિરીક્ષણ દુષ્કર થાય—આ છ હેતુથી મુનિ આહારદિક ગ્રહણ કરે પણ રૂપ એટલે સૌન્દર્યને માટે અથવા જિલ્લા ઇંદ્રિયના રસના લોભથી આહાર ગ્રહણ કરે નહીં.
હવે જે છ કારણેથી આહારાદિકનું ગ્રહણ ન કરે તે કહે છે – अहव न जिमिज रोगे, मोहुदये सयणमाइउवसग्गे। पाणिदया तवहेउ, अंतें तणुमायणथं च ॥२॥
ભાવાર્થ:–“અથવા સેગમાં, મેહના ઉદયમાં, સ્વજનાદિકના ઉપસર્ગમાં, પ્રાણુની દયામાં, તપમાં અને છેવટ શરીરના ત્યાગમાં–એટલા કારણે મુનિ આહારાદિક ગ્રહણ કરે નહીં.” તેની વિશેષ વ્યાખ્યા કરે છે.
૧ વર, અગિ , અજીર્ણ વિગેરે વ્યાધિ હોય ત્યારે આહાર લે નહિ. ૨ પુરુષવેદ વિગેરે લક્ષણવાળા મેહને ઉદય થાય ત્યારે અર્થાત્ પ્રબળ દાદયાદિ હોય ત્યારે આહાર લે નહીં. ૩ માતા, પિતા, સ્ત્રી વિગેરે સ્વજને અથવા કોઈ દેવતા વિગેરે વ્રતભંગ માટે ઉપદ્રવ કરતા હોય ત્યારે આહાર લે નહીં.
For Private and Personal Use Only