________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૪) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ ણાવી. તેની સાથે ઢંઢણકુમાર ચંદ્રિય સંબંધી સુખગ ભેગવવા લાગ્યા. એકદા તે નગરીમાં શ્રી નેમિનાથ પ્રભુ સમવસર્યા. વનપાળના મુખથી તે ખબર સાંભળીને વદવા માટે સર્વ પરિવાર સહિત શ્રીકૃષ્ણ ઢંઢણકુમારને સાથે લઈને ગયા. સમવસરણ નજીક આવ્યા એટલે રાજ્ય સંબંધી પાંચે ચિહ્નોને ત્યાગ કરીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક સ્વામીને વંદના કરી અને વિનયથી નમ્ર દેહ રાખીને ભગવાનની સમીપ તેઓ બેઠા. પછી સ્વામીએ સર્વ પ્રાણએની ભાષાને અનુસરતી વાણી વડે દેશના આપી તે સાંભળીને જેને સંવેગ ઉત્પન્ન થયે છે એવા ઢંઢણકુમારે મહાપ્રયને માતાપિતાની આજ્ઞા મેળવી ભગવંતની પાસે દીક્ષા લીધી પછી ભગવાનની પાસે ગ્રહણ અને આસેવના નામની બે પ્રકારની શિક્ષા શિખતાં તેમણે સાંભળ્યું કે-“મુનિએ જ કારણે આહાર લે, તે આ પ્રમાણે–
छुहवेअण वेयावच्चे, संजमज्झाणपाणरक्षणढाए । इरियं च विसोहेउ, भुंजइ नो रूवरसहेउ ॥१॥
ભાવાર્થ_“ક્ષુધા વેદનાનું શમન, વૈયાવૃત્ય, સંયમ, ધ્યાન, પ્રાણુરક્ષા અને ઈર્યાપથિકીનું શેધન-એ છે હેતુથી મુનિ આહાર કરે, પણ રૂપ કે રસના હેતુથી આહાર કરે નહી.” તેની વિશેષ વ્યાખ્યા આ પ્રમાણે–
૧ સુધા અને તૃષાની વેદના છેદવા મુનિએ આહાર લે. ૨ દશ પ્રકારની વૈયાવૃત્ય કરવાને માટે આહાર લે, કેમકે સુધાદિકથી પીડાયેલે માણસ વૈયાવૃત્ય કરવા સમર્થ થતો નથી. ૩ પડિલેહણા, પ્રમાજનાદિ લક્ષણવાળા સંચમને પાળવા માટે આહાર લે, કેમકે આહીરાદિક વિના કરછ, મહાકછ વિગેરેની
* છત્ર, ચામર, મુગટ, ખડ્ઝ ને મોજડી.
For Private and Personal Use Only