________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૦) એસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ આવ્યું એટલે તે ખાતાં શેઠ પાછે પુરુષ થઈ ગયે યશોમતીએ તે મૂળિયું પણ એળખી લીધું. અનુક્રમે તે દંપતી સુખી થયા. . આ કથા શ્રી હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ પાસે કહીને કહ્યું કે
તે યમતીને કહેનાર વિદ્યાધર મળે તેમ સદ્ગુરુને શેાધી, તેણે બતાવેલા મૂળિયારૂપ સત્ય ધર્મને ઓળખી તેને આદર કે જેથી આત્માનું મૂળ સ્વરૂપ પ્રગટ થાય અને શાશ્વત સુખ પામી શકાય.'
ગોત્રકમ નિવારણ પૂજા (સંબંધ પૃષ્ઠ ૧૬૬) સમજીને જ જિનધર્મનું સ્વરૂપ કહેવા ઉપર
૧૭. મક્ક શ્રાવકની કથા રાજગૃહ નામે નગર છે. ત્યાં ગુણશીલ નામે ચિત્ય (ઉદ્યાન) છે. ત્યાં ઘણા શિલાપટ્ટકે છે. તે સ્થાને અનેક અન્યતીથીએ રહેલા છે. તે નગરમાં અન્યતીથીઓથી પરાભવ ન પામે તે અને જીવાજીવાદ તને જાણકાર મક્ક નામે શ્રાવક વસે છે.
અન્યદા ભગવાન મહાવીર ગુણશીલ ચંત્યમાં સમવસર્યા. તેમના પધાર્યાની વાત સાંભળી મક્ક શ્રાવક ઘણે હર્ષિત થયે. પછી સ્નાન કરી, પવિત્ર થઈ, વસ્ત્રાલંકારવડે વિભૂષિત થઈ તે ભગવંત પાસે જવા માટે રાજગૃહ નગરના મધ્ય ભાગમાં થઈને ચાલ્યો. તે ઉદ્યાન નજીક આવ્યે તેટલામાં અન્ય તીથીઓએ તેને જે એટલે તેઓ પરસ્પર પૂછવા માટે નિણત કરેલી વાત મક્ક શ્રાવકને પૂછવા સારુ તેની પાસે ગયા અને તેને કહ્યું કેઃ “હે મહૂક શ્રાવક! તારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવંત જ્ઞાતપુત્ર મહાવીર પાંચ અસ્તિકાયની પ્રરૂપણા
For Private and Personal Use Only