________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદ મણિકારની કથા. (૨૮૭). ભવાંતરમાં નીચગેત્રની તથા કલંકની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે“ પૂર્વભવમાં મુનિને આળ આપવાથી પ્રાણીને સીતા સતીની જેમ કલંક પ્રાપ્ત થાય છે અને અનંતા દુઃખે પામે છે ”
પેલી બ્રાહ્મણી પરિણામે દુઃખી થઈ અને સુંદર શેઠ સુખનું ભાજન થયા.
આયુકર્મની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૧૨૮ )
૧૫. નંદ મણિકારની કથા રાજગૃહી નગરીમાં શ્રી વીરપ્રભુના સમવસરણમાં પ્રથમ દેવલોકને નિવાસી દÉરાંક નામે તરતને ઉપજેલો દેવ આવીને સૂર્યાભદેવની જેમ પ્રભુની ભક્તિ કરી સ્વર્ગે ગયે. તે વખતે શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે– આ દેવતાએ કયા પુણ્યથી આવી સમૃદ્ધિ પ્રાપ્ત કરી ?” પ્રભુ બોલ્યા–“રાજગૃહી નગરીમાં નંદમણુકાર નામે શ્રેષ્ઠી હતી. તેણે અમારી પાસે શ્રાવકધર્મ ગ્રહણ કર્યો એ વખતે ગ્રીષ્મ ઋતુમાં તેણે અષ્ઠમ તપ યુક્ત પૌષધવ્રત ગ્રહણ કર્યું. જળ રહિત (વિહાર) કરેલા તે ત્રણ ઉપવાસમાં તે શ્રેષ્ઠીને તૃષા લાગી, એટલે તેણે ચિંતવ્યું કે “જેઓ પોતાના નામથી અને દ્રવ્યથી વાવ કે કૂવાએ કરાવે છે તેઓને ધન્ય છે.” પિસહ પાર્યા પછી તે શ્રેષ્ઠીએ અન્યદા શ્રેણિક રાજાની આજ્ઞા લઈને નગરની બહાર નંદવાપકા નામની ચાર મુખવાળી એક મોટી વાવ કરાવી. તેની ચારે દિશાઓમાં ચાર ઉપવન કરાવ્યા. ઘણા લોકે તેના સૌંદર્યની પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળીને શ્રેષ્ઠીને સહજ હર્ષ થઈ આવ્યું. અનુક્રમે ભાવથી મિથ્યાત્વરૂપ રોગ અને દ્રવ્યથી સેવળ પ્રકારના રોગ તે શ્રેષ્ઠીને લાગુ પડ્યા. અનેક વૈદ્યએ વ્યાધિના પ્રતિકાર માટે ઉપચાર કર્યા,
For Private and Personal Use Only