________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંદર શેઠને કલંક આપનારી બ્રાહ્મણની કથા.
(૨૮૫)
પાસે રાખ્યા હતા. તેની ઉપરના મેહથી તે મરણ પામીને ગળી થઈતિયચપણું ને તેમાં પણ હિંસકપણું પામી તે ગળી નિરંતર પિલી પાટલી ઉપર આવી આવીને બેસે છે. પૂર્વભવના મેહનું અવ્યક્તપણે પણ દર્શન થાય છે. આમ વારંવાર થવાથી અન્યદા કેઈ જ્ઞાની ગુરુ ત્યાં પધાર્યા. તેને અન્ય સાધ્વીઓએ તેનું કારણ પૂછયું એટલે જ્ઞાનને ઉપગ દઈ તે ગળીને પૂર્વભવ જાણીને જ્ઞાનીએ કહી બતાવ્યું. તે સાંભળતાં ગળીને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે અણુiણ કર્યું. મરણ પામીને દેવગતિમાં ઉત્પન્ન થઈ. પરિગ્રહની મૂછ આવી રીતે તિર્યંચગતિમાં ઘસડી જાય છે અને સંસારમાં પરિભ્રમણ કરાવે છે.
આયુકર્મની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૧૨૮) ૧૪, સુંદર શેઠને કલંક આપનારી બ્રાહ્મણીની કથા
કઈ ગામાં સુંદર નામે શ્રેણી રહેતા હતા. તે ઘણે દાતા હેવાથી લેકપ્રિય થઈ પડ્યો હતો. કહ્યું છે કે –“જે દાતાર હોય તે પ્રજાને પ્રિય થાય છે, કાંઈ ધનાઢય પ્રિય થયું નથી. લેકે વરસાદને ચાહે છે, કેઈ સમુદ્રને ચાહતું નથી.” આવા દાતા શેઠની માત્ર એક બ્રાહ્મણ જ નિંદા કરતી હતી. તે કહેતી કે:-“જે પરદેશીઓ આવે છે તે આ શેઠને ધમી જાણી તેને ઘેર દ્રવ્યની થાપણ મૂકે છે અને તેઓ પરદેશમાં જઈને મૃત્યુ પામે છે, એટલે શેઠને તે દ્રવ્ય પચી જાય છે. એક વખતે કોઈ કાપડી તે શેઠને ઘેર આવ્યા. તે સુધાવડે બહુ પીડિત હતું, તેથી તેણે ખાવાનું માગ્યું. તે સમયે શેઠના ઘરમાં કાંઇ ભેજન કે ખાવાને પદાર્થ હતે નહીં, તેથી દયાને લીધે શેઠે કઈ આહીરની સ્ત્રીને ઘેરથી છાશ લાવી આપી. તે પીતાં જ તે કાપડી
For Private and Personal Use Only