________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૪)
ચેસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ.
સુખનું સ્મરણ કરીને લવસત્તમ દેવતાઓ અનુત્તર વિમાનના સુખને પણ તૃણુ સમાન સમજે છે. ઈંદ્રાદિક પણ વિષયને ત્યાગ કરવામાં અસમર્થ હોવાથી મુનિઓના ચરણકમળમાં પૃથ્વી પર આળોટે છે, માટે અનાદિ કાળથી અનેક વાર ભેગવેલા વિષયેને યાગ જ કરે; તેને કિંચિત્ માત્ર પણ સંગ કરે નહિ. પૂર્વપરિચિત (પૂર્વે ભેગવેલા) વિષયનું સ્મરણ માત્ર પણ કરવું નહિ નિગ્રંથ મુનિજને તત્વ જાણવાની ઈચ્છાથી શાસ્ત્રના અવલેકનમાં જ કાળ નિર્ગમન કરે છે. અને “નિર્મળ, નિઃસંગ તથા નિષ્કલંક એવા સિદ્ધભાવને અમે ક્યારે સ્પર્શ કરશું ?” ઈત્યાદિ ધ્યાનમાં જ નિમગ્ન રહે છે.”
આ પ્રમાણેનાં બંદુમુનિનાં ઉપદેશનાં વાક્યો સાંભળીને સુકુમાલિકાએ ફરીથી ચારિત્ર ગ્રડણ કર્યું અને નિર્મળ અંતઃકરણથી તેનું પરિપાલન કરીને તે સ્વર્ગ ગઈ.
ધીર પુરુષને વિષે મુખ્ય એવા તે મુનિએ વિવિધ પ્રકારના વિષયરૂપ રજુથી બંધાયા વિના જ ભ્રષ્ટ થયેલી પિતાની બહેનને શીધ્ર ઉદ્ધાર કર્યો જેથી તે પણ પાપને આળવીને સ્વર્ગાદિકના સુખને પામી.
આયુકમની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૧૨૮)
૧૩, ગાળી થયેલ સાધ્વીની કથા એક શ્રાવિકાએ દીક્ષા લેતી વખતે પિતાના ઘરમાંથી ચાર મૂલ્યવાન રને લઈને એક લાકડાની પોલી પાટલીમાં ગોઠવી
* સાત લવ આયુષ્ય ૯૫ હોવાથી ક્ષપકશ્રેણું માંડીને કર્મો ખપાવી ન શક્યા તેથી ૧૧ મે ગુણઠાણેથી પડીને પુન્યનાં ફળ ભોગવવા અનુત્તર વિમાનવાસી થયેલા દેવે લવસત્તમ દેવ કહેવાય છે.
For Private and Personal Use Only