________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવસેન રાજાની કથા.
(૨૫)
પ્રમાણે છેલ્યા. એ પ્રમાણે કાર્ય કરીને તેઓએ સેવનથી છૂટા થયાનું માન્યું અને પછી તેને સત્કારપૂર્વક અગ્નિસંસ્કાર કરાખ્યા.
અહીં વીરપ્રભુને શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું કે-“આપને કુશિષ્ય ગોશાલક મરણ પામીને ક્યાં ઉત્પન્ન થયે?” પ્રભુ કહે છે કે-“હે ગૌતમ! તે મરણ પામીને બારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયેલ છે. ત્યાં તેની સ્થિતિ ૨૨ સાગરેપની છે. ”
ફરીને શ્રી ગૌતમસ્વામી પૂછે છે કે–દેવકમાંથી ચવીને ગિશાલકને જીવ કયાં ઉત્પન્ન થશે?” પ્રભુ ઉત્તર આપે છે કે“આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં પૂરૂ નામે દેશમાં શતકાર નામે નગરમાં સન્મત્તિ રાજાની ભાર્યા ભદ્રાની કૃક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થશે. ત્યાં નવ માસ ને સાડાસાત દિવસે તેને જન્મ થશે. તે વખતે નગરમાં અને નગરની બહાર પડ્યોની અને રત્નની વૃષ્ટિ થશે, તેથી તેનું નામ તેના માતાપિતા મહાપદ્મ એવું પાડશે. તે આઠ વર્ષને થશે એટલે તેને રાજ્યાભિષેક કરવામાં આવશે, તેથી તે મેટી ઋદ્ધિ ને બળવાળે રાજા થશે.
અન્યદા પૂર્ણભદ્ર ને મણિભદ્ર નામના બે દેવે તેના પૂર્વભવના મિત્રો તેનું સેનાપતિપણું કરશે, તેથી તેનું નામ તેના માંડબિક રાજાઓ વિગેરે મળીને દેવસેન એવું પાડશે. ' અન્યદા તે રાજાને વેત વર્ણન ચાર દાંતવાળો હાથી વાહન તરીકે ભેટ મળશે. તેની ઉપર બેસીને તે વારંવાર નગરમાં ફરવા નીકળશે તે ઉપરથી તેનું ત્રીજું નામ વિમળવાહન પાડનવામાં આવશે. . ત્યારપછી તે રાજા પૂર્વના પાપને ઉદય થવાથી સાધુઓની સાથે અનાર્યપણું આચરશે, કેટલાકની ઉપર આક્રોશ કરશે, કેટલાકની હાંસી કરશે, કેટલાકને સમુદાયથી જુદા પાડશે, કેટલાકની
For Private and Personal Use Only