________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવસેન રાજાની કથા
(૪૩) ધાર્યું કે મારું પૂર્ણ થવાથી-માસી તપ પૂર્ણ થવાથી પ્રભુ મારી વિનંતિ સ્વીકારી મારે ત્યાં વહારવા પધારશે, તેથી પૂજામાં જણાવ્યા પ્રમાણે તેમણે બધી આદરસત્કારની તૈયારી કરી અને પછી પ્રભુની રાહ જોતાં ભાવના ભાવવા લાગ્યા. તેઓ તે ભાવનામાં ધીરે ધીરે વધતા ગયા. અહીં પ્રભુ વહેરવા નીકળ્યા અને પૂરણશેઠના ઘરમાં પેઠા. તે મિથ્યાત્વી હોવાથી સેવકને હાથે પ્રભુને અડદના બાકળા વહોરાવ્યા. તે વખતે પાંચ દિવ્ય પ્રગટ થયાં, સાડાઆર કરેડ સેનયાની વૃષ્ટિ થઈ, સુગંધી જળની, સુગંધી પુષ્પની વૃષ્ટિ થઈ, “ અહેદાન, અહેદાન” એવી દેવેએ ઉલ્લેષણ કરી અને આકાશમાં દેવદુંદુભિ વાગી તે દેવદુંદુભિને શબ્દ સાંભળતાં પ્રભુએ બીજાને ત્યાં વહાર્યાનું ને પારણું કર્યાનું જાણતાં જીણું શેઠની ભાવના વૃદ્ધિ પામતી અટકી. પછી આયુષ્ય પૂર્ણ થયું ત્યારે તે મૃત્યુ પામીને બારમા દેવલેકે દેવ થયા, શ્રાવક દેવગતિમાં ઉત્કૃષ્ટપણે બારમે દેવલોકે જ જાય છે, તેથી જીર્ણશેઠ શ્રાવકપણાની ઊંચી હદે પહેાંચીને તે લાભ પામ્યા.
વેદનીય કર્મની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૭૫)
૬. દેવસેન રાજાની કથા ભગવંત મહાવીરને શિષ્ય પરંતુ પાછળથી વિપરીતાવસ્થાને પામેલે ગોશાળે–પંખલીપુત્ર કે જેને ભવાંત સમયે પ્રભુ પર તેલક્યા મૂકયા પછી સાતમી રાત્રિએ શુભ ભાવ પ્રાપ્ત થયે તેથી તેને એ સંકલ્પ થયે કે-“હું ખરેખર જિન નથી છતાં જિનપણે પ્રસિદ્ધિ કરી રહ્યો છું. હું બે મુનિને ઘાત કરનાર અને પ્રભુને વિરોધી, પ્રભુને નિંદક, આચાર્ય અને ઉપાધ્યાયના અપયશ બેલનાર-અવર્ણવાદકારક અને અપકીર્તિ કરનાર સંખલી
For Private and Personal Use Only