________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાનુદત પૂર્વધરની કથા
(ર૪૧) મહારાજે તેને અયોગ્ય જાણું તેને અનાદર કર્યો અને ઠપકે આપવાનું કે પ્રેરણા કરવાનું છેડી દીધું; તેથી તે નિરંકુશ બન્યા અને પ્રતિક્રમણ કરવામાં પણ પ્રમાદ કરવા લાગ્યા. તે બાબત પણ ગુરુએ કાંઈ ન કહ્યું, એટલે સંધ્યાકાળથી ઘરવા લાગ્યા. એમ કરતાં કરતાં ન સંભારવાથી પૂર્વે પણ વિસ્મૃત થતા ગયા. ચાતુર્માસ ઉતર્યું ગુરુમહારાજે તેને ત્યજી દઈને વિહાર કર્યો. એકલા પડવાથી વધારે પ્રમાદ સેવી, બધા પૂર્વે તદ્દન ભૂલી જઈ આયુક્ષયે મરણ પામી દુર્ગતિએ ગયા. આટલા માટે જ સંબોધસિત્તરીમાં કહ્યું છે કે
जइ चउदसपूवधरो, वसइ निगोपसु णनयं कालं । निद्दापमायवसगो, ता हाहिसि कहं तुमं जीव! ॥७४ ॥
જે નિદ્રા તથા પ્રમાદના વશથી ચૌદ પૂર્વધર પણ ઉતરી જઈને યાવત્ નિગોદમાં જઈ અનંતકાળ તેમાં વસે છે, તે પછી હે ચેતન ! તારું શું થશે? તેને તે વિચાર કર અર્થાત્ અને તેટલી રીતે પ્રમાદને દૂર કર. ૭૪.
આ કથા ઉપરથી વિષય, કષાય, નિદ્રા, વિકથા વિગેરે પ્રમાદોને વિશ્વાસ ન કરે. આ કથા દર્શનાવરણીય કર્મની નિદ્રારૂપ ઉત્તરપ્રકૃતિના વશથી હાનિ પામેલા ભાનુદત્ત પૂર્વધરની મરણ ઉપરથી લખેલી છે. તેઓ ક્યારે થયા છે ને કયા આચાર્યના શિષ્ય હતા વિગેરે તેમની કથાનું સ્થળ સ્મરણમાં ન આવવાથી લખી શકતા નથી.
આ પ્રમાણેનું જ યથાસ્થિત શ્રી ભુવનભાનુ કેવળી ચરિત્રમાં પુંડરીક મુનિનું વૃત્તાંત છે. તે પણ ચૌદપૂવી થયા હતા અને તેમને નિદ્રાએ જ ત્યાંથી પાડી દીધા અને તેમણે નિદાદિકમાં પરિભ્રમણ કર્યું. (જુઓ ભુવનભાનુ કેવળી ચરિત્ર ભાષાંતર– પૃ8 ૯૪ થી ૯૭)
For Private and Personal Use Only