________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષાઢભૂતિ મુનિનું દ્રષ્ટાંત (૨૦) ~ ~ ~
~ દીક્ષા ગ્રહણ કરી હતી, તેથી આજ સુધી પંચેંદ્રિયનું સુખ કાંઈ પણ જોયું નથી. હાલમાં દેવાંગના જેવી બે નટકન્યાઓ મને ચાહે છે, માટે હું ત્યાં જાઉં છું, મને આજ્ઞા આપો અને આ તમારાં રજોહરણ, મુખવસ્ત્રિકા વિગેરે ગ્રહણ કરે.” તે સાંભળી સૂરિએ વિચાર્યું કે- “ અહે ! માયાપિંડથી આહાર ગ્રહણું કરવાનું આ ફળ છે, કેમકે ઉત્તરગુણની હાનિ થવાથી મૂળગુણ પણ પરિણામે નષ્ટ થાય છે; પરંતુ આ નટપુત્રી પાસેથી નીકળીને અહીં આજ્ઞા લેવા આવ્યું છે તેથી કાંઈક આજ્ઞાવતી જણાય છે, પણ ભ્રષ્ટ થયેલા સંયમના પરિણામથી તે જાણતા નથી કે સાવદ્ય વચન નહીં બોલનારા મુનિએ સાવદ્યકમમાં પ્રવર્તવાની આજ્ઞા શી રીતે આપશે ? તે પણ તેની સ્થિરતાની પરીક્ષા કરું કે તે સર્વથા વ્રતભ્રષ્ટ થયે છે કે કાંઈ ન્યૂનતા છે?” એમ વિચારીને સૂરિ બોલ્યા કે–“ હે શિષ્ય ! વ્રતારાધનાથી પ્રાપ્ત થનારાં ઈન્દ્રાદિકના સુખને મૂકીને તું નટપુત્રીના અંગસંગમાં આસક્ત થયે છે, તે પણ તારે મદ્ય તથા માંસ ખાવું નહીં. એ બેના પ્રત્યા
ખ્યાન કેઈ વખત પણ છેડવા નહીં અને તેના ખાનારને સંગ કરવો નહીં; આટલું સારું વચન પ્રમાણ કર. ” આ પ્રમાણે ગુરુવચન સાંભળીને તે વિનયથી નગ્ન થઈને બોલ્યો કે–“ હે ગુરુ! જીવનપર્યત આપનું આ વચન હું ધારણ કરીશ.” ગુરુએ વિચાર્યું કે–“ આટલાથી જ આને માટે લાભ થશે, કેમકે તે સર્વથા શ્રદ્ધારહિત હજુ થયે નથી, તેથી જો કે સંયમ ગુણઠાણાથી કર્મવશે ભ્રષ્ટ થયે છે, તે પણ અપમાત્ર વિરતિનું રક્ષણ કરવાથી તે દેશવિરતિ રહેશે અને તેટલાથી પણ તેને પુનઃ ઉદ્ધાર થશે”
પછી તે અષાઢભૂતિ ચારિત્રને ત્યાગ કરી ચરિત્રનેઝ રસિક થઈને નટને ઘેર આવે અને તેના ઘરનાં સર્વે માણસને કહ્યું
૪ સ્ત્રીચરિત્રમાં રસિક
For Private and Personal Use Only