________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ કે “તમે સર્વે મઘમાંસને સર્વથા ત્યાગ કરે તે હું તમારે ત્યાં રહું, અન્યથા નહીં. ” નટે તેનું વાકય અંગીકાર કરી પોતાની બન્ને કન્યા તેને પરણાવી. તેમની સાથે તે સુખવિલાસ ભેગવવા લાગે. પછી રાજાની પાસે જે જે નટે આવતા તેમને પોતાની કળાથી જીતીને અનેક પ્રકારનાં ધન-વસ્ત્ર વિગેરે મેળવી તેણે સસરાનું ઘર ભરી દીધું, તેથી સમગ્ર નટકુળમાં તેની અત્યંત પ્રશંસા થવા લાગી. ( આ પ્રમાણે નિરંતર સુખમાં મગ્ન રહેતાં તેણે બાર વર્ષ નિર્ગમન કર્યા, તેવામાં કઈ એક નટ અષાઢ નાની અનેક પ્રકારની પ્રશંસા સાંભળીને તે સહન ન થવાથી તેને જીતવા માટે રાજસભામાં આવ્યું. તેણે વાદમાં અનેક નને જીત્યા હતા અને તેમની સંખ્યા કરવા માટે ચોરાશી સુવર્ણનાં પૂતળાં તેને પગે બાંધેલાં હતાં તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે–“તમારા રાજનને બોલાવે, તેને મારી કળા દેખાડીને હું જીતી લઈશ.” રાજાએ અષાઢનટને બોલાવ્યા એટલે તે રાજસભામાં આવ્યું અને તે પરદેશી નટની સાથે શરત કરી કે–“આપણુમાં જેને પરા
જ્ય થાય તે પિતાનું વર્ચસ્વ છોડીને જતા રહે.” આ પ્રમાણે બને જણાએ સર્વજન સમક્ષ અંગીકાર કર્યું. પછી અષાઢ પિતાને ઘેર જઈ સ્વજનને કહ્યું કે હું તે નટને જીતવા માટે જાઉં છું.” ત્યારે તેની અને પ્રિયાઓ બેલી કે “ કાર્ય સાધીને વહેલા આવજે.” પછી તે સર્વ સામગ્રી લઈને રાજસભામાં ગયે. તેના ગયા પછી તેની સ્ત્રીઓએ વિચાર્યું કે–
અડે ! મધમાંસ ખાધા વિના આપણે ઘણું દિવસે નિર્ગમન કર્યા, માટે આજે તે હવે ઈચ્છાપૂર્વક ખાઈએ આપણા પતિ તે નટની સાથે વાદ કરવા ગયા છે તે છ માસે આવશે.” એમ વિચારીને તેમણે પુષ્કળ મદ્યપાન કર્યું, તેથી તેઓ ઉન્મત્ત
For Private and Personal Use Only