________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૮)
ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ.
કર્યો હશે ? જરૂર શ્રી જિનેશ્વરે અવેદી હોવાથી વેદના વિપાકથી અજાણ્યા હોવા જોઈએ.' આવા વિચારથી તેણે જિનેશ્વરમાં અજ્ઞાનદેષ પ્રગટ કર્યો અને દાંપત્યસુખની પ્રશંસા કરી. પછી તરત જ પિતાનું સાધ્વીપણું યાદ આવવાથી તે પિતાને નિંદવા લાગી કે–“અરેરે ! મેં મારું વ્રત વિના કારણે ખંડિત કર્યું. વિકારને વશ થઈને મેં મારા પવિત્ર હૃદયને દૂષિત બનાવ્યું; માટે હવે ગુરુ પાસે જઈને હું એ પાપનું પ્રાયશ્ચિત્ત લઉ.” એમ તે નિર્ણય કરતી હતી તેવામાં પુનઃ તેને વિચાર આવ્યો કે-“હું બાલ્યાવસ્થાથી જ શીલવત પાળનારી રાજપુત્રી છું; તેથી સર્વ લેકની સમક્ષ આવા નિંદવા લાયક દુષ્કર્મનું પ્રાયશ્ચિત્ત શી રીતે લઉં? તેમ કરવાથી તો મારી આજસુધીની શીલવ્રતની પ્રશંસા બધી નષ્ટ થાય; માટે પ્રાયશ્ચિત્તમાં અન્યની સાક્ષીની શી જરૂર છે? આત્માની સાક્ષીએ જે કરવું તે જ પ્રમાણ છે.” ઈત્યાદિ વિચાર કરીને તે સાધ્વીએ ગુરુમહારાજ પાસે પ્રાયશ્ચિત્ત ન લેતાંગલ પિતાની મેળે જ પ્રાયશ્ચિત્ત નિમિત્તે છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, આયંબિલ, નવી વિગેરે અનેક પ્રકારની તપશ્ચર્યા ચૌદ વર્ષ પર્યત કરી, સેળ વર્ષ સુધી માસખમણ કર્યા અને વીશ વર્ષ પર્યત સતત આયંબિલ કર્યા. એમ કુલ ૫૦ વર્ષ પર્યત તપ કર્યો.
એક વખતે લક્ષ્મણ સાધ્વીને વિચાર આવ્યો કે –“મેં આટલી બધી તપસ્યા કરી, છતાં તેનું સાક્ષાત્ ફળ તે કંઈ પણ મારા જેવામાં ન આવ્યું.” ઈત્યાદિ આર્તધ્યાન કરતાં તે મરણ પામીને એક વેશ્યાને ઘેર અત્યંત રૂપવતી દાસી થઈ
* અન્યત્ર એમ કથન છે કે-ગુરુને સામાન્ય પ્રકારે આવા દોષનું પ્રાયશ્ચિત્ત શું આવે ? તે પૂછ્યું અને ગુરુએ કહ્યા કરતાં સવિશેષ કર્યું. ગુએ તને એ દોષ લાગ્યો છે? એમ પૂછતાં ના કહી.
For Private and Personal Use Only