________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૬) ચેસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ. અંગીકાર કર્યું. પછી અનુક્રમે વિહાર કરતાં શીલસન્નાહ મુનિ સમેતશિખર તીર્થે ગયા. ત્યાં જિનેશ્વરેને વંદન કરી એક શિલા પર સંથારે કરીને સંલેખન કરવાને તૈયાર થયા. આ વખતે રૂપી સાધ્વીએ ગુરુમહારાજને કહ્યું- હે ભગવન્! મને સંલેખના કરાવે, ” ગુરુ બોલ્યા- “ આ ભવ સંબંધી સર્વ પાપની આલેચના લઈ શલ્ય રહિત થયા પછી તમે ઈચ્છિત કાર્ય કરે, કારણ કે જ્યાં સુધી શલ્ય ન જાય ત્યાં સુધી બહુ ભવ ભ્રમણ કરવું પડે છે. તે સંબંધમાં આ દષ્ટાંત વિચારવા લાયક છે –
કોઈ એક રાજાના અધના પગમાં ખીલે વાગ્યું હતું, તેને કિંચિત્ ભાગ અંદર ભરાઈ રહ્યો. તેને માટે રાજાએ અનેક ઉપચાર કરાવ્યા પણ તે બધા નિષ્ફળ નિવડ્યા. પછી એક કુશળ પુરુષે તે અશ્વના આખા શરીરે આછા આછે કાદવ ચેપડ્યો એટલે જે સ્થાને શલ્ય હતું તે ભાગ ઉપસી આવ્યા. તે જોઈ પેલા કુશળ પુરુષે ત્યાંથી નેરણુવતી તે શલ્ય બહાર કાઢી નાંખ્યું એટલે તે અશ્વ સ્વસ્થ થયે.
વળી હે સાધ્વી ! એક તાપસ હતો. તેણે એક વખતે કંઈ અજાણ્ય ફળ ખાધું, તેથી તે રોગગ્રસ્ત થયા. પછી તે દવા માટે વૈદ્ય પાસે ગયો. ત્યાં વધે તેને પૂછ્યું કે શું ખાધું છે ?” એટલે તે તાપસે સત્ય હકીકત કહી સંભળાવી, આથી તે વૈદ્ય તેને વમન તથા વિરેચન કરાવીને સાજો કર્યો માટે હે ભદ્રે ! અંદરનું શલ્ય કાઢયા વિના આત્મશુદ્ધિ થતી નથી. ”
એ પ્રમાણે સાંભળીને તે રૂપી સાધ્વીએ માત્ર એક દ્રષ્ટિવિકાર ( શીલસન્નાહ સામે વિકાર દૃષ્ટિએ જોયું હતું તે ) વિના બીજા સર્વ પાપની આલોચના લીધી ત્યારે ગુરુમહારાજે તેને યાદ આપીને જણાવ્યું કે– પ્રથમ રાજસભામાં તે મારી સામે સરાગ દષ્ટિએ યુ હતું તેની આલોચના કર.” તે બેલી:- તે તે મેં સહજ
For Private and Personal Use Only