________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
ચેાસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથા
કવિપાકના પ્રશ્ન કરશે, એટલે ભગવત સર્વ વૃત્તાંત તેને કહી અતાવશે. જે સાંભળતાં તે કુબ્જા વૈરાગ્ય પામીને પ્રભુ પાસે દીક્ષા લેશે. પછી પૂના સર્વ દુષ્કૃત્યોની આલેચના—પ્રતિક્રમણા કરી સમાધિપૂર્વક કેવળજ્ઞાન પામીને તે અજરામરપદને પામશે ”
એ પ્રમાણે શીલસન્નાહ મુનિએ કહેલ વૃત્તાંત સાંભળ્યા છતાં રૂપી સાધ્વી ખેલી કે—“ હું ભગવન્ ! મારામાં કાંઈ પણ શલ્ય નથી” એમ કહેવાથી તેણે માયાથી ફરીને સ્ત્રીપણું ઉપાર્જન કર્યું. પછી ગુરુએ તેને અયેાગ્ય જાણીને સલેખતા ન કરાવી અને પેતે એક માસની સલેખના કરી કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા.
હવે રૂપી સાધ્વી વિરાધકભાવે મરણ પામીને વિદ્યુત્ક્રમાર નિકાયમાં દૈવી થઈ. ત્યાંથી ચવીને શ્યામ અંગવાળી અને કામવાસનાથી વિહ્વળ એવી કાઈ બ્રાહ્મણની પુત્રી થઈ અને ત્યાંથી તે નરકે ગઈ. ત્યાંથી નીકળીને તિર્યંચ થઈ. એ પ્રમાણે ત્રણ ઊણા લાખ ભવ સુધી પરિભ્રમણ કરીને તે મનુષ્યભવ પામી. તે ભવમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરીને સાધુપણાના ગુણને પામી પરંતુ પૂર્વે કરેલ માયાને લીધે ત્યાંથી કાળ કરીને ઇંદ્રની અગ્રહિષી ( ઇંદ્રાણી ) થઈ. ત્યાંથી ચ્યવીને તે ગાવિંદની સ્ત્રી થઈ અને એ ભવમાં ચારિત્ર લઇ નિરતિચાર પાળીને મેક્ષે ગઇ.
આચુકમની પૂજામાં ( સબંધ પૃષ્ઠ ૧૨૩ )
૧ર, સુકુમાલિકા સાધ્વીની કથા
વસંતપુર નગરના રાજાને સસક અને ભસકે નામના બે પુત્રા હતા. તેમણે વૈરાગ્ય પામીને દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે આગમના અભ્યાસ કરીને તેઓ ગીતા
થયા. પછી તેમણે
For Private and Personal Use Only