________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૪) ચેસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ.
-~~ -~તું એ વિચાર તજી દે અને જેનધર્મમાં રક્ત થઈને તું તારા શીલવ્રતનું બરાબર પાલન કર.” પિતાની આ સુવર્ણરૂપ શિખામણથી ચિતામાં પ્રવેશ કરવાના આગ્રહને મૂકીને તે દ્રવ્ય–ભાવથી શીલવ્રતનું પાલન કરવા લાગી.
એકદા તે રાજા પુત્ર રહિત મરણ પામે, તેથી પ્રધાનોએ રૂપીને જ રાજ્યાભિષેક કરીને તેને રાજગાદી પર બેસાડી અને તેને રૂપી રાજાના નામથી તેઓ બોલાવવા લાગ્યા. અનુક્રમે રૂપી ચીવનાવસ્થા પામી એટલે સ્નિગ્ધ ભેજનાદિક કરવાથી તેના અંગમાં - અનંગના વિકારે પ્રગટ થવા લાગ્યા, છતાં લજાને લીધે તે પોતાની કામવૃત્તિને દાબી દેતી હતી.
એક વખત શીલસનાહ મંત્રી રાજસભામાં બેઠા હતા ત્યારે રૂપીએ તેની તરફ સવિકાર દષ્ટિ નાખી. મંત્રી તરત જ તેના વિકાર ભાવને સમજી ગયે. તેણે વિચાર કર્યો કે–“રાજા પિત જ જે અન્યાય કરવા તત્પર થાય તે તેને કોણ અટકાવી શકે ? માટે અહીં મારા શીલની રક્ષા થવી મુશ્કેલ થઈ પડશે.” એમ વિચારી શીલભંગના ભયથી કાયર બનેલ મંત્રી ગુપ્ત રીતે નગરની બહાર ચાલ્યા ગયે અને વિચારસાર નામના રાજાને સેવક થઈને રહ્યો.
હવે કોઈ પ્રસંગે વિચારસાર રાજાએ શીલસન્નાહ મંત્રીને પૂછયું કે-“ પ્રથમ તેં જે રાજાની સેવા કરી હતી તેનું નામ તથા તારું કુળ, જાતિ અને નગર વિગેરેની હકીકત કહે.”
મંત્રીએ જણાવ્યું–‘મેં પૂર્વે જે રાજાની સેવા કરી હતી તેની આ મુદ્રિકા તમે જુએ, પરંતુ તેનું નામ તે ભજન કર્યા પહેલાં લેવું યુકત નથી; કારણ કે ભેજન પહેલાં જે તેનું નામ લેવામાં આવે છે તે દિવસ પ્રાય: ભેજન વિનાને વ્યતીત થાય છે.” એમ સાંભળી રાજા આશ્ચર્ય પામ્યું. પછી એ વચનની
For Private and Personal Use Only