________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૨)
ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ
“ હે સ્વામી ! હે પ્રાણનાથ ! આ દાસીઓને એક અપરાધ માફ કરે. અમારું અબળાનું ઊગતું યૌવન કેમ વ્યર્થ કરે છે?” તે બેલ્થ કે- એવાં સુખ અનંતવાર ભેગવ્યા છતાં પણ ભેગની આશા પરમાત્માને માર્ગ પામ્યા વિના વૃદ્ધ થતી નથી અર્થાત્ નાશ પામતી નથી. ” ઈત્યાદિ ઘણે પ્રકારે તેણે ધર્મને ઉપદેશ કર્યો, પણ તે સ્ત્રીઓ કોઈ પણ ધર્મ પામી નહી અને ઊલટે ધનપાર્જન કરવાને ઉપાય માગ્યા. છેવટે કહ્યું કે“હે પ્રાણનાથ ! અમને પુષ્કળ ધન આપીને પછી જાઓ, નહીં તે જવા નહીં દઈએ.” ત્યારે અષાઢનટ સિંહરથ રાજા પાસે ગયે અને કહ્યું કે –“હે રાજન ! તમને ભરત ચક્રવતીનું નાટક બતાવું” રાજાએ તે વાત અંગીકાર કરી, તેથી તેણે સાત દિવસમાં ભારતચકવર્તીનું નવું નાટક તૈયાર કર્યું. પછી નાટકના પ્રારંભમાં પાંચ સે રાજપુત્રોને તૈયાર કરી તેઓને કહ્યું કે –“ જે પ્રમાણે કરું તે જ પ્રમાણે તમારે પણ કરવું.” તે પિતે ભરત થયે અને ચક્રની ઉત્પત્તિ, છ ખંડનું સાધવું, બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજા, ચોરાશી લાખ હાથી, ચેરાશી લાખ ઘેડા અને ચોરાશી લાખ રથનું નિર્માણ કરવું, છનું કરેડ સુભટ સહિત છ ખંડ જીત્યા પછી વિનમી વિદ્યાધરની કન્યાને સ્ત્રીરત્ન તરીકે પરણવી, 2ષભકૂટ પર્વતે જઈ પિતાનું નામ લખવું, એક લાખ બાણું હજાર સ્ત્રીઓને લઈને અધ્યામાં આવવું અને રાજ્યાભિષેકનું કરવું ઈત્યાદિ સર્વ યથાવિધિ ભજવીને અનુક્રમે તે આદર્શ ભુવનમાં ગયે. ત્યાં આંગળીમાંથી વીંટી પડી ગઈ. તે જોઈને જ તેને ભરતની જેમ અનિત્યાદિ ભાવનાઓ ભાવતાં સાચું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, એટલે ત્યાં જ પંચમુષ્ટિ લેચ કરી દેવતાએ આપેલે મુનિવેષ ધારણ કરીને નીકળે અને રાજા વિગેરેને પ્રતિબંધ કરીને નાટકના પાત્રરૂપ થયેલ પાંચ સો રાજપુત્રોને પણ બંધ પમાડી દીક્ષા આપી તથા બીજા અનેક ભવ્ય પ્રાણુઓને પણ બોધ પમાડ્યો.
For Private and Personal Use Only