________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
અષાઢભૂતિ મુનિનું દ્રષ્ટાંત (૨૭૧) થઈ ગઈ. અહીં રાજસભામાં પરદેશી નટે પ્રથમ પિતાની કળા દેખાડી, એટલે અષાઢ લીલામાત્રમાં અનેક કળાઓ દેખાડીને તેને જીતી લીધે, તેથી અહંકાર રહિત થયેલે તે નટ પૂતળાં વિગેરે પોતાની સર્વ લક્ષમી મૂકીને લજજાથી નાસી ગયે. અષાઢ નટ તરત જ પિતાને ઘેર આવ્યા. ત્યાં આવીને જુએ છે તે અને સ્ત્રીઓને મદેન્મત્ત થઈને પડેલી, દુર્ગધયુક્ત મુખવાળી અને જેના મુખ ઉપર માખીઓ બણબણ રહી છે એવી તેમ જ માખીઓથી આખે શરીરે વ્યાપ્ય થયેલી દીઠી, તેને જોઈને અષાઢે વિચાર્યું કે– ધિક્કાર છે મને ! કે હું આવી માયાવી અને અનેક માખીઓએ જેના મુખનું ચુંબન કર્યું છે એવી સ્ત્રીઓ ઉપર અંધની જેમ આસક્ત થઈને ઉભયભ્રષ્ટ* થયે જ ઈત્યાદિ વિચાર કરતાં ગુરુનું વાકય યાદ આવવાથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયે. એટલે તરત જ મેડી ઉપરથી નીચે ઉતરી સર્વની સમક્ષ તે છે કે અનેક પાપનાં સ્થાનરૂપ સ્ત્રીઓનાં વિચિત્ર ચરિત્ર જોઈને મેહમાં લપટાઈ ગયેલા મેં હાથમાં રહેલા ચારિત્રરત્નનું રક્ષણ કર્યું નહીં તથા સીમંતિનીઓને સીમંત(સેંથ) પ્રથમ નરકના સીમંત નામના પહેલા નરકાવાસાને આપનાર છે, એવું નિષ્કારણ જગદ્વત્સલ જિનેશ્વરનું વચન મેં અજ્ઞાનીએ ધ્યાનમાં રાખ્યું નહીં પરંતુ હવે “ચરિત્ર ? શબ્દના પહેલા અક્ષરને બીજી માત્રા સહિત કરું, પ્રથમ તેને (ચારિત્રને) માત્રારહિત કર્યો હતો તે યોગ્ય કર્યું નહોતું આ પ્રમાણેનાં તેનાં વાકયે સાંભળીને તે નરકન્યાઓ ભયભીત થઈ ગઈ. જેથી તેમને મદ્યને કેફ ઉતરી ગયે એટલે તેઓ દીનમુખે આંખમાંથી અશ્રુપાત કરતી પગે લાગીને બેલી –
* આ લેક તથા પરલોકના સુખથી ભષ્ટ + સ્ત્રીઓને. X બીજી માત્રા એટલે કાના સહિત કરવાથી ચારિત્ર.
For Private and Personal Use Only