________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ી સાવીની કથા
(૨૩) નાટકને માટે રત્નાદિક સર્વ વસ્તુ એકઠી કરી હતી તે સર્વ તેના સસરા નટે લઈ લીધી, તેથી તેનું પણ જીવનપર્યતનું નિર્ધનપણું ટળી ગયું.
હવે અષાઢભૂતિ મુનિએ પાંચ સો સાધુ સહિત અન્યત્ર વિહાર કર્યો. કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલું હોવાથી તે પોતાના ગુરુને પણ વાંદવા યુગ્ય થયા. તે સ્વરૂપ જાણીને તેના ગુરુ વિગેરે વારંવાર મસ્તક ધૂણાવીને તેની પ્રશંસા કરવા લાગ્યા કે—“ અહો ! દેવતાઓ પણ ચક્રવર્તીના જેવી સંપત્તિ વિક છે, તથા બહારનાં સ્વરૂપ યથાસ્થિત દેખાડે છે, તેમાં કાંઈ આશ્ચર્ય નથી, પરંતુ આ અષાઢમુનિએ તે બાહ્ય રૂપે એવી રીતે પ્રગટ કર્યો કે જેથી આંતર સ્વરૂપ પણ ભેદ રહિત પ્રગટ કરી બતાવ્યું, તે જ મહાન આશ્ચર્ય છે. ”
આ અષાઢમુનિ માયાપિંડનું ભજન કરવાથી ભ્રષ્ટ ચિત્ત થયા, તે પણ માત્ર એક અદ્ય-માંસના ત્યાગરૂપ નિયમની શુદ્ધિથી તેણે પિતાના આત્માને તાર્યો અને પીડાકારી સ્થાને રહીને પણ ભરત ચક્રવતીનું નાટક કરીને તેણે આત્માનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું.
મેહનીય કર્મની પૂજામાં ( સંબંધ પૃષ્ઠ ૧૦૬ )
૧૧. રૂપી સાધ્વીની કથા ક્ષિતિપ્રતિષ્ઠ નગરના રાજાને રૂપી નામની પુત્રી હતી. રાજાએ તેણીનું પાણિગ્રહણ કરાવ્યું કે તરત જ તેને પતિ મરણ પામ્યું એટલે તે રૂપી વિધવા થઈ તેથી પોતાના શીલની રક્ષા માટે તેણે ચિતામાં પ્રવેશ કરવાની પોતાના પિતાની પરવાનગી માગી. રાજાએ તેને સમજાવતાં કહ્યું કે-“હે વત્સ ! ચિતામાં પતંગની જેમ બળી મરવાથી જીવનની નિષ્ફળતા થાય છે, માટે
For Private and Personal Use Only