________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૮) ચેસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ આપણે ઘેર નિરંતર આવ્યા કરે તેવી રીતે તેની સેવા બજાવજે. તે રસને લેભી છે એટલે તુરત ફસાઈ જશે. માયાવીને માયા જ બતાવવી.” પછી બીજે દિવસે પણ અષાઢભૂતિ સાધુ ત્યાં પહેરવા આવ્યા, એટલે તેને ઘણુ મેદક આપીને નટે કહ્યું કે-“હે પૂજ્ય! આપ હંમેશાં અહીં પધારજો. આપના પસાયથી અમારા ઘરમાં ઘણી સમૃદ્ધિ છે.” એ પ્રમાણે નટના કહેવાથી તે સાધુ હમેશાં ત્યાં આવવા લાગ્યા અને નિત્યપિંડ ગ્રહણ કરવા લાગ્યા. વહોરાવતી વેળાએ નટની કન્યાઓ હાવભાવ-વિલાસપૂર્વક હાસ્ય કરતી. ઉત્તમ વસ્ત્ર ધારણ કરતી અને કોઈ કોઈ વખત કટાક્ષપૂવક મમ વચન લતી. તે સર્વ જોઈને વશીભૂત થયેલા સાધુ રાગદૃષ્ટિથી તેની આકૃતિ, કેશપાશ અને પગની પાની વિગેરે વારંવાર જોવા લાગ્યા. એક દિવસ તે કન્યાઓિએ તેને કહ્યું કે–“હે સ્વામી ! આપનું સ્વરૂપ તથા શ્રેષ્ઠ ચાતુર્ય જોઈને અમે આપના ઉપર આસક્ત થયેલી છીએ, હજુ સુધી અમે કુમારી છીએ, તેથી કૃપા કરીને અમારા અંગમાં વ્યાપ્ત થયેલી કામ જવરની પીડાને તમે નાશ કરે. અહીં ચિત્રશાળામાં જ રહીને આકડાના ફૂલ - જેવી કે મળ શય્યામાં અમારી સાથે વિષયસુખ ભંગ અને ઉત્તમ મેદકોને સ્વાદ ચાખે. જે માણસ પ્રત્યક્ષ મળેલાં સુખને મૂકીને પક્ષ એવા પરલોકના સખની વાંછા કરે છે તે ખૂબ છે. ” મુનિએ કહ્યું કે-“ મારા ગુરની તથા ધર્માચાર્યની રજા લઈ પાછો આવીશ.” તે કન્યાઓ બેલી કે–“હવે અમે આપના વિરહની વ્યથા સહન કરવા શક્તિમાન નથી, માટે અમને સત્ય વચન આપે છે જેના આધારથી અમે ઘડી. મુહૂર્ત વિગેરે કાળ નિર્ગમન કરી શકીએ.” તે સાંભળીને તેમની ચેષ્ટાને ઈષ્ટ ગણીને ચારિત્રચેષ્ટાથી ભ્રષ્ટ થયેલા તે મુનિ પાછા આવવાનું વચન આપીને ગુરુ પાસે ગયા અને ગુરુ પ્રત્યે કહ્યું કે-“ હે પૂજ્ય ગુરુ! મેં બાલ્યાવસ્થામાં જ
For Private and Personal Use Only