________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૬) ચાસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ વ્યવહાર સોંપીને રતનચૂડે આહતી દીક્ષા અંગીકાર કરી. અને શુદ્ધ ભાવથી નિરતિચારપણે ચારિત્ર પાળી પ્રાંતે સમાધિપૂર્વક મરણ પામીને સ્વર્ગે ગયો અને અનુક્રમે મહાનંદપદને પામશે. |
આ કથાનો ઉપનય આ પ્રમાણે છે–વણિકપુત્ર રત્નચૂડ તે ભવ્ય જીવ સમજ. તેના પિતા તે ધર્માદાયક ગુરુ સમજવા. સૌભાગ્યમંજરી વેશ્યાનાં વચન તે સાધમિકનાં વચનો જાણવા. તેથી ઉત્સાહ વૃદ્ધિ પામતાં ભવ્ય જીવ પુણ્ય-લક્ષ્મીને સંચય કરવાને ઉદ્યમવંત થાય છે. તેના પિતાએ જે મૂળ દ્રવ્ય આપ્યું તે ગુરુએ આપેલ ચારિત્ર સમજવું. અનીતિનગરે જવાને તેના પિતાએ જે નિષેધ કર્યો તે અન્યાય માર્ગે જવાનો નિષેધ સમજો. વહાણ તે સંયમ સમજવું કે જેથી આ ભવસાગર તરી શકાય છે. ભવિતવ્યતાના ચગે અથવા પ્રમાદથી અનીતિપુરે ગમન તે અનાચારમાં પ્રવૃત્તિ સમજવી. અન્યાયપ્રિય રાજા તે મહરાજા સમજ. કરિયાણાને ખરીદનાર ચાર ધૃત્ત તે ચાર કષાય જાણવા. પ્રાણુને સુમતિ આપનારી પૂર્વોક્ત કર્મની પરિણતિ તે અક્કા (યમઘંટા) સમજવી. જેની તથા પ્રકારની યુક્તિઓથી સર્વ અશુભને ઓળંગીને રત્નચૂડ પોતાની જન્મભૂમિએ પાછો આવ્યો, તેમ
જીવ પાછો ધર્મમાર્ગમાં આવે છે એમ સમજવું. આ પ્રમાણે વિચક્ષણ જનોએ યથાયોગ્ય ઉપનય સમજી લે.
આ પ્રબંધને ઉપનય વિચારી જીવ અજ્ઞાનથી ઉત્પન્ન થતા વિકાર-ભાવેને ત્યાગ કરીને પુનઃ ધર્મમાર્ગમાં આવે છે, અને ધર્મમાગે આવવાથી પોતે પોતાના મનુષ્યજન્મને સફળ કરી શકે છે.
મોહનીયકર્મની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૧૦૬ )
૧૦. અષાઢભૂતિ મુનિનું દ્રષ્ટાંત રાજગૃહી નગરીમાં સિંહરથ નામે રાજા રાજ્ય કરતે
For Private and Personal Use Only