________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષાઢભૂતિ મુનિનું દ્રષ્ટાંત
( ૨૬૭) હતું. ત્યાં એક વિવિધ જ્ઞાનવાળા, તપસ્વી અને બુદ્ધિમાન ધર્મેશ આચાર્ય પધાર્યા. ગોચરીને અવસરે તેમના શિષ્ય અષાઢભૂતિ ગુરુની આજ્ઞા લઈને એકલા ગોચરી માટે નગરમાં ગયા. મધ્યાહ્ન સમય થતાં કઈ મહદ્ધિક નટને ઘરે પહોંચ્યા. ત્યાં તે નટની ભૂવનસુંદરી અને જયસુંદરી. નામની બે કન્યાઓએ સુગંધી દ્રવ્યવાળે એક મેદિક વહેરાવ્યો. તે લઈને બહાર નીકળી તે મુનિએ વિચાર્યું કે–આ. એક લાડુ તો મારા ગુરુને આપવો પડશે.” એમ ધારીને તત્કાળ યુવાવસ્થાવાળું બીજું રૂપ ધારણ કરી ફરી તે નટના ઘરમાં પ્રવેશ કરી ધર્મલાભ આપે, એટલે તે કન્યાઓએ બીજે એક માદક વહેરાવ્યો. તે લઈને બહાર પાળના દરવાજા સુધી જઈ વળી તેણે વિચાર્યું કે “આ બીજે મેદક તે મારા ધર્માચાર્યને આપવું પડશે.” એમ વિચારી કાણું આંખવાળું અતિવૃદ્ધ સાધુનું રૂપ ધારણ કરી ત્યાં જઈને ત્રીજો માદક લીધે વળી બહાર આવીને “આ તે ઉપાધ્યાયને આપે પડશે.” એમ ધારી કૂબડું રૂપ ધારણ કરીને એથે મેદક લીધે. તે પણ “સંઘાડાના મુખ્ય સાધુને આપવો પડશે.” એમ ધારીને પિતાને માટે બાર વર્ષના બાળ સાધુનું રૂપ ધારણ કરીને પાંચમે લાડુ લીધે. આ પ્રમાણે પિતાને મનોરથ સિદ્ધ કરી તે ગુરુ પાસે આવ્યા.
આ સાધુનું સર્વ શરિત્ર બારીમાં બેઠેલા નટે જોયું, તેથી તેણે વિચાર્યું કે અહે! આ ઘણે સારે નટ થઈ શકે તેમ છે. પછી તેણે પિતાની સ્ત્રીને તથા બંને કન્યાઓને કહ્યું કે–“આ સાધુને ખાવાપીવાનું સારી રીતે આપીને તેને લોભમાં નાખજે કેમકે તે આપણા માટે સુવર્ણપુરુષ જેવું છે. તે અનેક રીતે રૂપનું પરાવર્તન કરવાની લબ્ધિ જાણે છે, માટે તે
For Private and Personal Use Only