________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્ન ચૂડની કથા.
(૨૫૭),
ઉપર્યુક્ત વચન સાંભળીને રત્નચૂડને વિચાર થઈ પડયો કે- અહે! આ વેશ્યાનું કથન તે સત્ય છે. હું યુવાન છતાં પિતાએ મેળવેલ લક્ષ્મીની લીલામાં લીન બન્યો છું એ મને યુક્ત નથી. એમ ચિંતવતે તે પિતાના ભવને આબે, છતાં પોતાના પૂર્વના વિલાસી વદન પર ખેદની છાયા તો પ્રસરેલી જ હતી. પુત્રને ખેદાતુર જોઈ રત્નાકર શ્રેષ્ઠીએ તેને ખેદનું કારણ પૂછ્યું-“હે વત્સ ! આજે તારા મુખ પર ચિંતાની છાયા કેમ છવાઈ રહી છે ? આપણું ભવનમાં સંપત્તિની ખોટ નથી, તેમ છતાં તું શા માટે વિષાદથી વ્યાકુળ થાય છે ? કદાચ તું હજાર, દશ હજાર કે લાખ રૂપિયા વગર વિચાર્યું ખરચી નાખીશ, તો પણ હું તને કંઈ કહેવાનું નથી, કારણ કે તારા ઉપરાંત મારે બીજું કોણ વહાલું છે ? વળી આપણે ખજાને ખર પણ કયાં ખૂટે તેમ છે? માટે તારા ખેદનું કારણ જણાવી દે કે જેથી તેને પ્રતિકાર કરવામાં આવે.”
પિતાનાં આવાં વચનથી જે કે રત્નચૂડ કંઈક આશ્વાસન તે પાઓ, તથાપિ વેશ્યાનું વચન તેના હૃદયમાં કંટકની જેમ ખટકતું હતું. તેણે પિતાના અંતરની વાત પિતાને નિવેદન કરી કે–“હે તાત! આપ કહે છે તે ઠીક, પણ મારું મન હવે અહીં રહીને આપની લક્ષમી ભેગવવાને ઉત્સુક થતું નથી. આજે મારામાં તાકાત છતાં જે હું પ્રમાદની પથારી પર પડ રહું, તે ભવિષ્યમાં મારી શી દશા થાય ? તેમ જ પુરુષ ઉદ્યમ વિના શેભા ન પામે. આજે આપણે ભવનમાં લક્ષ્મી લીલા કરે છે, પણ ચપળ લક્ષ્મી કેણ જાણે ક્યારે છેતરીને ચાલી જશે તે સમજી શકાતું નથી, માટે હું ભુજબળથી ભાગ્યની પરીક્ષા કરવા માટે દેશાંતર જવા ઈચ્છું છું, તે આશા છે કે આપ આજ્ઞા આપીને મને મારા વિચારપંથમાં આગળ વધવા દેશે.
For Private and Personal Use Only