________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૮) ચોસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ. દેશાંતર ગયા વિના પુરુષ પિતાને પુરુષાર્થ અને ચાતુર્યને વિશેષ વિકાસમાં લાવી શકતું નથી. હે પૂજ્ય પિતાજી! આપની સંપત્તિનું સુખ એ જ મારા બેદનું ખરું કારણ છે. એ સુખ આજ મને દીનતાના દુ:ખ સમાન લાગે છે.”
રત્નચૂડનાં આ પ્રમાણેનાં વચન સાંભળવાથી રત્નાકર શેઠનું મન અત્યંત ક્ષેભાયમાન થયું. જો કે પિતાના પુત્રના એ અનુપમ ઉત્સાહ માટે તેને કંઈક સંતેષ તે થયો, તથાપિ તેને વિયેગ સહન કરવાને તે અસમર્થ હતો; તેથી તેણે તેને નિષેધ કરતાં સમજાવ્યું કે-“હે પુત્ર! તારું શરીર માખણ કરતાં પણ વધારે કમળ છે, તે કઈ પણ વખત શીત કે તાપ જોયેલ નથી, તે તું દેશાંતરમાં શી રીતે જઈ શકીશ? કારણ કે–
इंद्रियाणि वशे यस्य, स्त्रीभियों न विलुभ्यते । वक्तुं यो विबुधो जातो, याति देशान्तराणि सः ॥ १ ॥
“જે ઈદ્ધિને વશ રાખી શકે, જે સ્ત્રીઓથી પરાભવ ન પામે અને જે અનેક પ્રકારની ભાષા બોલવાને ચાલાક હેય તે જ દેશાંતરમાં જઈ શકે છે.”
વળી હે વત્સ! તારામાં તેવા પ્રકારની શક્તિ નથી, માટે દેશાંતર જવાને આગ્રહ તું મૂકી દે. વળી મેં જે લક્ષ્મી મેળવી છે તે બધી તારે માટે જ છે, તે પછી લક્ષ્મી મેળવવા માટે તારે અધિક પરિશ્રમમાં પડવાની શી જરૂર છે?”
આ પ્રમાણે પિતાએ સમજાવ્યા છતાં તે પિતાના આગ્રહથી ડગે નહિ એટલે રત્નાકર શેઠે તેને દેશાંતર જવાની પરવાનગી આપી. પિતાની આજ્ઞા મળતાં રત્નચૂડ મનમાં પ્રભેદ પાપે. પછી તેણે ઘણું વહાણોમાં અનેક પ્રકારનાં કિંમતી કરિયાણ ભરાવ્યાં અને પોતે પરદેશ જવાને તૈયાર થઈ ગયો. જતી
For Private and Personal Use Only