________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૬૨) ચોસઠ પ્રકારી પૂજા-અંતગત કથાઓ કની યોગ્ય સામગ્રીથી તેણે રત્નસૂડને સંતુષ્ટ કર્યો. પછી સંધ્યા સમય થતાં રણઘંટાની સાથે એકાંત ભવનમાં કમળ
શા પર બેઠે. ત્યાં શૃંગારની વાતે ચાલતાં અવસર જોઈ ને રત્નચૂડ કહેવા લાગ્યું- હે પ્રિયે ! તું તારા નગરની તે બધી ચેષ્ટા જાણતી જ હઈશ. મારે આજે માર્ગમાં અનેકની સાથે વાદવિવાદ થયો છે તે બધાને એગ્ય ઉત્તર મને કહે કે જેથી હું ચિંતામુક્ત થઈને તારી સાથે ભેગવિલાસ કરું. જ્યાં સુધી મારું મન વ્યગ્ર છે ત્યાં સુધી તારી રસિક વાત પણ મને કંટાળો ઉપજાવે છે.”
એ પ્રમાણેની રત્નચૂડની વાત સાંભળીને રણઘંટા કહેવા લાગી-“હે પ્રિય ! સાંભળે. અહીંની હકીકત બધી વિચિત્ર જ છે. દેવગે અહીં કે ગૃહસ્થ આવી ચડે તે અહીંના ધૂdલેકે તેનું સર્વસ્વ છેતરીને લઈ લે છે. તે તે ધનને એક ભાગ રાજાને, બીજો ભાગ મંત્રીને, ત્રીજો ભાગ નગરશેઠને, ચોથો ભાગ કેટવાળને, પાંચમે ભાગ પુરે હિતને અને છઠ્ઠો ભાગ મારી માતા યમઘંટાને મળે છે. અહીંના બધા લેક અનાચારી જ છે તે તેમના ઘરમાં રહીને મારાથી શું થઈ શકે? તે પણ હું તમને મારી માતા પાસે લઈ જઈશ. ત્યાં બેસીને તમે તમારા બધા પ્રશ્નોના ઉત્તર સાંભળી લેજો.”
એમ કહીને તે ચતુર રણઘંટા, તેને સ્ત્રીને વેષ પહેરાવીને પિતાની અક્કા પાસે લઈ ગઈ. ત્યાં પ્રણામ કરીને તે બેઠી. એવામાં અક્કા બેલી-“હે વત્સ! આ કેની પુત્રી છે?” તે બલી-માતા એ તે શ્રીદત્ત શેઠની રૂપવંતી નામે પુત્રી છે, તે મને મળવા આવી છે.”
એવા અવસરમાં રત્નસૂડનું સર્વ કરિયાણું લઈ લેનાર ધૂત વેપારીઓ યમઘંટાની પાસે આવ્યા અને પિતાને બધે
For Private and Personal Use Only