________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૦) એસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ વાંચ્છિતને લાભ થવા સંભવ છે, કારણ કે–
વારતાના ચત્રા-સુદૃઢપવન તથા उत्साहो मनसश्चैतत् , सर्व लाभस्य सूचकम् ॥१॥"
જ્યાં જતાં પ્રશસ્ત શકુન થતાં હોય, જ્યાં અનુકૂળ પવન વાત હોય અને મનને જ્યાં ઉત્સાહ વૃદ્ધિ પામતું હોય ત્યાં એ ચિન્હો લાભને સૂચવનાર જાણવા. '
આ પ્રમાણે વિચારીને તે વહાણમાંથી બંદર પર ઉતર્યો અને ત્યાં બેઠે. તેવામાં ચાર વાણીયા નગરમાંથી ત્યાં આવ્યા. તેમણે કુશળસમાચાર પૂછયા પછી કહ્યું કે “તમારે બધે માલ અમે લઈશું અને જ્યારે તમારે તમારા નગર ભણું જવું હશે ત્યારે તમે કહેશે તે વસ્તુઓ અમે તમારા વહાણમાં ભરી આપશું.” આ શરત રત્નચૂડે બૂલ રાખી, એટલે તે ધૃત્ત વાણિયા તેના વહાણમાંનું બધું કરિયાણું વહેંચી લઈને પોતપોતાને ઘરે ચાલ્યા ગયા.
હવે અહીં રત્નચૂડ પોતાના પરિવાર સાથે વસ્ત્રાદિકના આડંબરથી અનીતિનગર જોવાને નીકળે. માર્ગમાં એક કારીગરે સુવર્ણ અને રૂપાની બે મોજડી તેને ભેટ કરી, એટલે તેને તાંબૂળ આપતાં રતનચૂડે કહ્યું કે “ હું તને કઈવાર ખુશી કરીશ.” એમ કહીને તે આગળ ચાલે. એવામાં તેને એક પૂર્ણ કાણે મળે. તેણે રત્નચૂડને કહ્યું-“હે શ્રેષ્ઠીપુત્ર! એક હજાર સોનામહોરમાં મેં મારું એક નેત્ર તારા પિતાની પાસે ગીરવી મૂકેલ છે. તે હવે હું તારી પાસેથી લેવા આવ્યો છું, માટે આ દ્રવ્ય લઈ લે ને મારું નેત્ર આપ.” એમ તેનું કથન સાંભળતાં રતનચૂડ ચિંતવવા લાગ્યા કે-“અહો ! આ કેવી અઘટિત વાત કહે છે, તે પણ એ દ્રવ્ય આપે છે તે તે અત્યારે સ્વાધીન કરું, પછી અવસરે એને જવાબ આપીશ.” એમ ધારી તેણે પેલા કાણાનું ધન લઈને તેને કહ્યું કે“ તું મારે ઉતારે આવજે.” એમ કહીને રત્નચૂડ આગળ ચાલે,
For Private and Personal Use Only