________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નચૂડની કથા
વખતે રત્નાકર ઐછીએ તેને શિખામણ આપી કે –
હે વત્સ! તું પિતે ચાલાક છે, છતાં મારે તને કંઈક શિખામણ આપવાની જરૂર છે. તું અનીતિપુરમાં કદિ “જઈશ નહિ; કારણ કે ત્યાં અન્યાયપ્રિય નામે રાજ છે. તેને
અવિચારી નામે મંત્રી છે. ત્યાં ગૃહિતભક્ષક નામે નગરશેઠ છે. યમઘંટા નામે ત્યાં એક વેશ્યા છે, તેમ જ બીજા ઘર્તાકાર, ચાર, પરસ્ત્રીલંપટ વિગેરે અનેક ઠગ લોકો ત્યાં વસે છે. તેમનું સ્વરૂપ જાણ્યા વિના જે લોકો ત્યાં જાય છે તેઓ અવશ્ય ત્યાં તેમનાથી છેતરાય છે અને પોતાનું સર્વસ્વ ગુમાવી બેસે છે, માટે તને ખાસ ભલામણ કરું છું કે તું એ નગર ભણું કદિ જઈશ નહિ; તે વિના અન્યત્ર ગમે ત્યાં જજે.” પિતાની એ શિખામણ સ્વીકારી શુભ દિવસે મંગળકિયાપૂર્વક રત્નચૂક વહાણમાં બેસીને ચાલતે થયે.
દેવની ગતિ વિચિત્ર છે. માણસ ધારે છે કંઈ અને દેવ કરે છે કંઈ દરિયાઈ સફર કરતાં રત્નચૂડે અનેક ગામ નગરે જોયાં. એમ આગળ ચાલતાં ભવિતવ્યતાના યોગે તે અનીતિનગરમાં જ આવી ચડ્યો. ત્યાં બધા લેકે ધૂર્ત જ રહેતા હતા એટલે રત્નચૂડને ત્યાં આવેલ જેઈને તેઓ બહુ ખુશી થયા. તેઓ એવા શિકારની રાહ જોઈને જ બેઠા હતા. તેઓ રત્નચૂડની સન્મુખ આવ્યા. તેમનાં લક્ષણે જતાં રતનચૂડને શંકા થઈ. પછી બંદર આવતાં તેણે એક પુરુષને પૂછયું કે:-“હે ભદ્ર! આ દ્વીપનું નામ શું છે?” આથી તે પુરુષે જવાબ આપે કે- ચિત્રકૂટ નામે આ દ્વીપ છે અને આ અનીતિપુર નામે નગર છે.” એ પ્રમાણે સાંભળતાં રત્નચૂડ ચિંતવવા લાગ્યું કે–“અહો ! જે સ્થાનને માટે પિતાએ નિષેધ કર્યો હતો તે જ સ્થાને હું આવી ચડ્યો, એ તે બહુ અનુચિત થયું, છતાં મને એમ જણાય છે કે–મને અહીં
For Private and Personal Use Only