________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪૬) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ. નિંદા કરશે, કેટલાકને બાંધશે-રોકશે, કેટલાકના અવયવને છેદ કરશે તથા મારશે, કેટલાકના વસ્ત્ર, પાત્ર, કંબળ વિગેરે ફાડી નાખશે- અપહરણ કરશે, ભાતપણને વિચ્છેદ કરશે, કેટલાકને નગરથી કે દેશથી બહાર કરશે. આ પ્રમાણેના તેના ઉપદ્રવથી માંડલિક રાજાઓ વિગેરે એકઠા થઈને પરસ્પર વિચાર કરશે કે
આપણુ રાજાનું આ કૃત્ય આપણને તેમજ દેશને-રાજયનેબળને–વાહનને શ્રેયરૂપ નથી તેથી આપણે રાજાને આ વાત જણાવવા યંગ્ય છે.”
આ પ્રમાણે વિચારીને તેઓ વિમળવાહન રાજા પાસે જઈ હાથ જોડીને કહેશે કે “ હે રાજન ! જેન મુનિઓ પ્રત્યે આપ જે કુત્સિત આચરણ આચરે છે તે આપને ઘટિત નથી, તેમજ આપને કે અમને તેમજ રાજ્યને કે દેશને હિતકર નથી, તેથી આપે તેવા કાર્યથી વિરામ પામવું એગ્ય છે ” તેમનું આ પ્રમાણેનું કહેવું ઉપલકીયા મિથ્યાભાવથી તે રાજા કબૂલ કરશે.
એ પ્રમાણે કેટલેક વખત ચાલશે. અન્યદા તે નગરના. સુભુમિભાગ નામના ઉદ્યાનમાં તે વખતની ચોવીશીમાં થનારા વિમળ નામે તીર્થકરના પ્રપૌત્ર શિષ્ય પરંપરામાં થનારા સુમ ગળ નામે અણગાર ત્રણ જ્ઞાનના ધણી, વિપુળ તે લેફ્સાવાળા, નિરંતર છઠ્ઠને તપ કરનારા પધારશે. તેઓ ઉદ્યાનની બહાર આતાપના લેવા સ્થિત થશે. તે વખતે દેવસેન રાજા રથચર્યા કરવા નીકળશે. તેને તે મુનિને દેખતાં ક્રોધ ઉત્પન્ન થશે એટલે ક્રોધથી અત્યંત બળતે એ તે રાજા રથના અગ્રભાગવડે સુમંગળ મુનિને અભિઘાત કરી પાડી નાખશે. ત્યારે તે સુમંગળ મુનિ ધીમે ધીમે ઉઠશે અને ઉઠીને બીજી વાર ઊંચા હાથ કરીને આતાપના લેવા માંડશે. તે વખતે તે રાજા બીજી વાર પણ રથના અગ્રભાગવડે તેમને પાડી નાખશે. એટલે તે મુનિ ઉઠીને અવધિજ્ઞાન
For Private and Personal Use Only