________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગંધવ નાગદત્તની કથા
(૨૫૩)
નાગદત્તે તે અભિમાનથી કહ્યું-“મૂક તારા સર્પને” તે ઉપરથી ગાડિક દેવ મંડળ આળેખી કરંડીઓ મૂક્યો ને લોકોને કહ્યું
આ ગધવ નાગદત્ત મારા સર્પ સાથે ખેલવાનું કહે છે, તે તે સર્ષ જે તેને ડંશ દે તે મને દેષ દે નહીં, કારણ કે આ પહેલે સર્ષ તરુણ સૂર્ય સમાન રક્ત નેત્રવાળે, વિદ્યુલતા જેવી ચંચળ જીભવાળે, ભયંકર ઝેરભરેલી દાઢવાળે અને ઉકાપાતની જેવા પ્રજ્વલિત રેષવાળે છે. તે મૃત્યુના કારણરૂપ હેવાથી અદ્રશ્યમાન મૃત્યુ જ છે એમ જાણજે. એ સર્પ જેને ડસે છે તે પ્રાણું કૃત્યાકૃત્યપણાનું ભાન ભૂલી જાય છે. તેનું રેષ અથવા ક્રોધ નામ છે. અહે લેકે ! આ નાગદત્ત મારા સર્પો સાથે રમવાને વિચાર કરે છે, પણ મારા સર્પોને કરડવાથી તે મૃત્યુ પામશે; તેને દોષ મારા માથે નથી.” આ પ્રમાણે કહીને તે સપને આળેખેલા મંડળની પૂર્વ દિશાએ તેણે મૂક્યો. . વળી બે-“જુઓ! આ બીજે મેરુપર્વતના ઊંચા શિખર જે, આઠ ફણાવાળે, બે જીભવાળે અને માન છે નામ જેનું એ જોરાવર સર્ષ છે. તે જેને કરડે છે તે પ્રાણુ સ્તબ્ધ થયે થકે અભિમાનવડે દેવરાજા–ઈને પણ ગણુતે નથી.” આ પ્રમાણે કહીને તે સપને મંડળમાં દક્ષિણ દિશાએ તેણે મૂક્યો.
વળી બે કે-“આ ત્રીજી લલિત વિલક્ષણ ગતિવાળી, સ્વસ્તિકના ચિહ્નવડે અંકિત ફણાવાળી અને કપટ કરીને ઠગવામાં કુશળ એવી માયા નામે નાગિણી છે. સપને પકડવામાં કુશળ મનુષ્ય પણ એને ગ્રહણ કરી શકે તેમ નથી. એના ડંશની ઉપર કઈ પણ મંત્ર કે ઔષધ બળ કરી શકતી નથી, કેમકે એ ગહન વનમાં રહેનારી છે અને ઘણુ કાળથી એણે વિષને સંચય કર્યો છે.” આ પ્રમાણે કહીને તેણીને મંડળમાં પશ્ચિમ દિશાએ મૂકી.
વળી બે કે : “આ ચેાથે સર્પ જેણે સર્વ જગતને
For Private and Personal Use Only