________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- - - -
-
-
(૫૪) ચોસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ પરાભવ પમાડ્યો છે એ અને પૂર્ણ મેઘ સરખા ફેંફાડાવાળો લાભ નામને છે. તેનું બળ સર્વ સર્ષ કરતાં અધિક છે. તે જે પ્રાણીને કરડે છે તેનું મન મહાસમુદ્રની પેઠે પૂરતું જ નથી. એને વિષે સર્વ પ્રકારનું વિષ એકઠું મળેલું છે. આ પ્રમાણે કહીને તેને મંડળમાં ઉત્તર દિશાએ મૂક્ય.
પછી બે કે-“આ ચારે ક્રોધ, માન, માયા અને લભ નામના પાપસર્યો છે. તેના ડંશવડે આખું જગતું જવર(તાવ)વાળા મનુષ્યની પેઠે કળકળ્યા કરે છે. એ આશીવિષ સર્પના ડંશનું ઝેર જે પ્રાણીને ચઢે છે તે જરૂર નરકને વિષે જ પડે છે, તેને બીજું કોઈ પણ આલંબન મળી શકતું નથી ” એ પ્રમાણે દ્વયથી વર્ણન કરીને તે ગાડિક દેવે તે સર્પને છૂટા મૂક્યા. તરત જ તે ગંધર્વ નાગદત્તને કરડ્યા, તેથી તે મૃત્યુ પામેલા જે મૂરિછત–બેશુદ્ધ થઈ ગયો. ત્યારે તેના સેવકે બોલવા લાગ્યા : “અહો ! તેં આ શું કર્યું?” ત્યારે તે દેવે કહ્યું: “મેં તેને વાગ્યે પણ તે વાર્યો ન રહ્યો ત્યારે હું શું કરું?” પછી તેના મિત્રએ ઘણું ઔષધેપચાર કર્યો, પણ કાંઈ ગુણ થયે નહી, તે ઉપરથી સેવકે તેને પગે લાગીને વિનંતિ કરવા લાગ્યા“હે ભાઈ! પ્રસન્ન થઈને એને જલ્દી જીવાડે.” ગાડિક દેવે કહ્યું-“મને પણ એ નાગ પૂર્વે ડશ્યા હતા, પણ અમુક પ્રકારની ક્રિયા કરવાથી હું જીવતે રહ્યો છું. જે મારા જેવી ક્રિયા એ કરે છે તે પણ જીવે. તે કિયા અંગીકાર કરીને પણ જે તે ન પાળે તે ફરી પણ ઝેર ચડે ને મૃત્યુ પામે. તે કિયા આ પ્રમાણે છેઃ-(ક્રોધ, માન, માયા ને લેભરૂપી) આ ચાર પ્રકારના આશીવિષ પાપી સર્પો મને ડશ્યા ત્યારથી તેનું વિષ દૂર કરવા માટે હું અનેક પ્રકારના તપકર્મને આચરું છું અને પર્વત, વન, મશાન ભૂમિ, શૂન્ય ઘર, તથા વૃક્ષના
For Private and Personal Use Only