________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૮)
ચેસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ
“તે રાજા મરણ પામીને સાતમી નરકે નારકીપણે ઉપજશે. ત્યાંથી
અવી મસ્સે થઈને ફરીને સાતમી નરકે જશે. ત્યાંથી નીકળી વચ્ચે વચ્ચે તિર્યચેના ભવ કરીને દરેક નરકમાં બે બે વાર ઉત્પન્ન થશે. ત્યારપછી એકેડિયમાં, વિકલેંદ્રિયમાં તેમજ તિર્યંચ ને મનુષ્ય પંચેંદ્રિયમાં તેમજ ચારે જાતિના દેવોમાં ઉત્પન્ન થશે.” આ સંબંધી વધારે વિસ્તાર શ્રી ભગવતી સૂત્રના પંદરમા શતકમાં છે ત્યાંથી જોઈ લે. - પ્રાંતે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ, ચારિત્ર અંગીકાર કરી, ઘાતકર્મ ખપાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. તે દઢપ્રતિજ્ઞ નામના કેવળી પિતાને અતીતકાળ જોઈને શ્રમણ નિર્ચને બેલાવી પિતાને પૂર્વને સર્વ વૃત્તાંત વિસ્તારથી કહેશે અને તેને લગતા ઉચ્ચ પ્રકારને ઉપદેશ આપશે. તીર્થકર, આચાર્ય કે ઉપાધ્યાય વિગેરેની આશાતના, નિંદા વિગેરે ન કરવાને ઉપદેશ આપશે અને પ્રાંતે મોક્ષપદને પામશે.
અશાતાદની કર્મ ઉપરની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૭૫)
૭. * મૃગાપુત્રની કથા શ્રી વીરપ્રભુ પૃથ્વીને પવિત્ર કરતા કરતા અન્યદા મૃગ નામના ગામના ઉદ્યાનમાં સમવસર્યા. પછી પ્રથમ ગણધર શ્રી ઇંદ્રભૂતિ પ્રભુની આજ્ઞા લઈને મૃગ ગામમાં ગોચરીએ ગયા. ત્યાંથી એષ@ીય અન્નાદિ લઈ પાછા વળતાં માર્ગમાં એક વૃદ્ધ અને અંધ કેઢિયાને જોયો. તેના મુખ ઉપર માખીઓ બણબણ રહી હતી
* આ મૃગાપુત્ર લોઢિયાના નામથી પણ ઓળખાય છે. આ કથા શ્રી વિપાકસૂત્રમાં પ્રથમ પાપવિપાક મુસ્કંધના પ્રથમ અધ્યયનમાં છે.
For Private and Personal Use Only