________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૪)
ચોસઠ પ્રકારી પૂજા સાથે
ઢાળને અથ જિનેશ્વરને અંગે એટલે તેમની સમીપે હું ધૂપપૂજા કરું છું. તે ધૂપની ગતિ તે ઊંચી હોય છે છતાં હું પચેંદ્રિયપણું પામીને પણ નીચગેત્રપણું કેમ પાપે ? મારી નીચગતિ કેમ થઈ? તેના કારણ હે પરમાત્મા ! હું કહું છું તે સાંભળે. પ્રથમ તે મને તમારા આગમને રસ ભા નહીં–ગમ્યો નહીં; મેં બહુશ્રુતની સેવા કરી નહીં, ઊલટું અંતરમાં તેમના પ્રત્યે અરુચિપણું લાવ્યું. ૧–૨. જે મુનિરાજને ભણે–ભણાવે તેની નિંદા કરી, પારકા ગુણ ઢાંકી દીધા અને અવગુણ લીધા–પ્રગટ કર્યા. બેટી વાતમાં સાક્ષી થયે. વગર દીઠી ને વગર સાંભળેલી વાત કેઈના અપવાદનીનિંદાની મેં પાપીએ લેકમાં ચલાવી અને કેઈની ચાડી કરીને મારી જાતને હલકી પાડી તેમજ મારા ગુણની વાડી મેં કાપી નાખી. ૩-૪. ગુણ ને અવગુણુ તે સરખા જ કરી નાખ્યા અર્થાત ગુણનું બહુમાનાદિ ન કર્યું, અરિહંતની ભક્તિ પણ ન કરી, પ્રસિંદ્ધ એવી ઉત્તમ જાતિ કે ઉત્તમ કુળ જ્યારે પાપે ત્યારે મેં તેને મદ કર્યો, ગારવ કર્યો, તેમાં ગૃદ્ધ-આસક્ત થઈ ગયે. ૫. આ પ્રમાણે નીચત્ર બાંધવાના સ્થાનને વિવાથી મેં નીચશેત્રને બંધ કર્યો પણ હવે તે શ્રી શુભવીર પરમાત્માને હાથ ઝાલ્ય છે, તેથી હું માનું છું કે ભવસાગર તરી ગયો છું અર્થાત સહેજે–વગરપ્રયાસે ભવસમુદ્ર તરી જઈશ એવી ખાત્રી થઈ છે. ૬
કાવ્યને અર્થ પૂર્વવત્. મંત્રને અર્થ પૂર્વવત, તેમાં એટલું ફેરવવું કે-નીચગોત્રના બંધસ્થાનને ઉછેદ કરવા માટે પ્રભુની અમે ધૂપપૂજા કરીએ છીએ.
For Private and Personal Use Only