________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩)
ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ.
ઉધાસ નિ:શ્વાસ મૂક્ત નથી, શું કહીએ? કેઈ પણ જાતની ચેષ્ટા કરતું નથી ત્યારે રાજાએ પૂછયું કે-“શું તે હસ્તી મરી ગયે?” ત્યારે તે લેકેએ કહ્યું કે –“ આપ તેમ કહી શકે છે, અમે તેમ કહેતા નથી.” તેઓએ આ પ્રમાણે કહ્યું એટલે રાજાએ મૌનનું અવલંબન કર્યું. પછી ગામના લેકે સ્વગૃહે ગયા.
વળી ફરી રાજાએ આદેશ મોકલ્યું કે તમારા ગામમાં સ્વચ્છ સ્વાદિષ્ટ જળથી ભલે કૂવે છે તે અત્રે તાકીદે મેકલાવે.” આ હુકમના અમલ માટે ગ્રામ્યલેકએ રેહકને પૂછયું એટલે તેણે પ્રત્યુત્તર કહેવરાવ્યું કે–“અમારે ગામડાને કૂવે સ્વભાવથી બહુ શરમાળ અને બીકણ હેય છે. તે પોતાની જાતિના કૂવા વગર અન્ય કોઈને વિશ્વાસ કરતો નથી, તેથી નગરના કેઇ એક કૂવાને અત્રે મોકલજે, જેથી તેના ઉપરના વિશ્વાસથી તેની સાથે અમારે કૂવે તરત જ ત્યાં આવશે.” આ પ્રમાણે રાજસેવકેને નિરુત્તર કરીને પાછા મેકલ્યા. તેઓએ તે હકીકત રાજાને નિવેદન કરી. પિતાના અંતઃકરણમાં રેહકની બુદ્ધિના અતિશાયીપણાના વખાણ કરતા રાજા મૌન ધારી રહ્યો.
વળી કેટલાક દિવસ પછી “ગામના પૂર્વ દિશાના વનખંડને પશ્ચિમ દિશામાં ફેરવી નાખજે.” આ રાજાને હુકમ થવાથી રેહકને પૂછીને ગ્રામ્ય લોકોએ પિતાને રહેવાસ વનખંડની પૂર્વ દિશાએ ફેરવી નાખે, તેથી ગામની પશ્ચિમ દિશામાં વન આવી ગયું. તે હકીકતની પણ રાજાને ખબર આપવામાં આવી.
વળી ફરીથી રાજાએ કહેવરાવ્યું કે-અગ્નિ વિના ક્ષીર રાંધીને મેકલજે.” તેથી સર્વેએ એકઠા થઈને રેહકને તે બાબત માટે પૂછયું. રેહકે કહ્યું કે–ચોખાને પાણીથી પલાળી સૂર્યના કિરણેથી ગરમ થઈ ગયેલા ઘાસ તથા લાલાદિની ગરમીમાં
ખાથી ભરેલી થાળી મૂકવી, એટલે રંધાઈ જશે.” તેઓએ
For Private and Personal Use Only