________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિશાલી રાહકની કથા
(૨૩૧ ) તે પ્રમાણે કર્યું. ક્ષીર તૈયાર થઈ એટલે રાજાને તે હકીકત નિવેદન કરી. તે સાંભળીને રાજા ચિત્તમાં બહુ રાજી થયે
પછી રાજાએ રેહકને અતિશય બુદ્ધિભવ માનીને તેને બોલાવવા માટે હુકમ મેકર્ભે કે-“જે બાળકે મારા બધા આદેશ પિતાના બુદ્ધિબળથી અમલમાં મૂક્યા છે, તેણે અવશ્ય અત્રે આવવું; પરંતુ તેણે શુકલપક્ષ અગર કૃષ્ણપક્ષમાં આવવું નહિ, રાત્રે અગર દિવસે આવવું નહિ, છાયા અગર તાપમાં આવવું નહિ, વાહન પર બેસીને આવવું નહિ, તેમ પગે ચાલીને પણ આવવું નહિં, માગે અગર ઉન્માગે આવવું નહિ, નાહીને આવવું નહિ તેમજ નાહ્યા વગર પણ આવવુ નહિ.” આ પ્રમાણેને હુકમ આવવાથી રેહકે કંઠ સુધી સ્નાન કર્યું અને બળદગાડીના બે પૈડાના–બે ચીલાના વચલા ભાગ ઉપર એક ઘેટાને નીચે રાખી તેનાં ઉપર બેસીને પગે ચાલતે માથે ચાલીને છત્ર તરીકે રાખીને અમાવાસ્યા અને એકમના સંગમના સમયે સંધ્યાકાળે રાજા પાસે આવ્યો. વળી ખાલી હાથે રાજા, દેવ અને ગુરુ પાસે જવું નહિ તેમ વિચારીને હાથમાં માટીને પિંડ રાખી તે નજરાણું તરીકે મૂકે. રાજાએ રેહકને પૂછયું કે–“અરે રેહક ! આ શું?” તેણે કહ્યું કે –“મહારાજ! આપ પૃથ્વીના નાથ છે, તેથી આ પૃથ્વીપિંડ હું સાથે લાવ્યો છું.” આ પ્રમાણે પ્રથમ દર્શનમાં જ માંગલિક શબ્દ સાંભળીને રાજા સંતેષ પામ્યું. સાથે આવેલા ગામના લેકે પિતાને ગામ પાછા ગયા.
હકને રાજાએ પિતાની પાસે સુવાડો. રાત્રિને પ્રથમ પહેર ગમે ત્યારે રાજાએ હકને પૂછયું કે-“અરે રેહક! જાગે છે કે ઊંઘે છે?” રેહકે ઊંઘમાંથી જાગીને કહ્યું કે–“મહારાજ ! જાણું છું.” રાજાએ પૂછ્યું કે–“શું વિચાર કરે છે?” રેહકે કહ્યું કે –“પીપળાના પાંદડામાં શું મેટું? દાંડલી કે શિખા? તે
For Private and Personal Use Only