________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૬)
ચોસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ.
કાળ થયો એટલે શિવરાજાએ શસ્યામાંથી ઊઠી પ્રભાતિક કાર્યો કરી સંકલિપત કાર્યને માટે સેવકવર્ગને લાવ્યા. એક તરફ તાપસ ભાજને ઘડાવવાને આદેશ કર્યો અને બીજી તરફ કુમારના રાજ્યાભિષેક માટે નગર શણગારવાને આદેશ કર્યો. સેવકવર્ગ બંને કાર્યો તૈયાર કરવા મંડી પડ્યા. મહારાજાએ અનેક ગણનાયક, મિત્રવર્ગ, જ્ઞાતિવર્ગના બહોળા પરિવાર વચ્ચે મહાન મહત્સવપૂર્વક કુમારને રાજ્યાભિષેક કર્યો. ત્યારપછી શુભ મુહૂર્ત શિવરાજાએ અનેક સામંત રાજાઓ, દંડનાયકે, ગણનાયક, મંત્રીવર્ગ અને અન્ય રાજન્ય વર્ગ તેમજ નગરછી વર્ગ વિગેરેને આમંત્રણ કરી સુંદર રસવતીનું ભજન કરાવ્યું. ત્યારબાદ ધારિણી પ્રમુખ અંત:પુર વર્ગ અને શિવભદ્ર વિગેરે સ્વજન વર્ગ સમક્ષ તાપસી વૃત્તિ અંગીકાર કરવાને આંતરિક સંક૯પ વ્યક્ત કર્યો. યાવત્ સઘળાઓની અનુમતિ મેળવી દિશા પ્રેક્ષક તાપસ પાસે પ્રવજ્યા અંગીકાર કરી અને પૂર્વોકત અભિગ્રહ ધારણ કર્યો. પ્રથમ ૭૬ની તપશ્ચર્યા ઊર્વ બાહુએ આતાપના કરતા શિવરાજર્ષિએ આતાપના ભૂમિમાં પૂર્ણ કરી. પારણના દિવસે આતાપના ભૂમિથી નીકળી વકલ વસ્ત્રથી આછાદિત થઈ પિતાની ઝૂંપડીમાં ગયા. ત્યાંથી વાંસમય બે તાપસભાજન અને ભારે હનયંત્ર ગ્રહણ કરી પૂર્વ દિશા તરફ મુખ રાખી પ્રથમ દિશાપેક્ષણ (દિશાને પાણીથી પિષવી) કર્યું અને પ્રાર્થના કરી કે–પૂર્વદિશાના અધિવત છે સેમ મહારાજા ! પરલોક સાધનના માર્ગમાં પ્રવર્તમાન થયેલા આ શિવરાજર્ષિનું રક્ષણ કરે અને પૂર્વદિશામાં રહેલા કંદમૂળ, છાલ, પત્ર, પુષ્પ, ફલ, બીજ, હરિત વિગેરે ગ્રહણ કરવાની અનુજ્ઞા આપે.” આ પ્રમાણે કહી પૂર્વ દિશામાં રહેલા કંદાદિ ગ્રહણ કરવા માટે આગળ પ્રયાણ કર્યું. કંદમૂળ વિગેરેથી પોતાનાં બંને
કે જેને કાવડ કહે છે.
For Private and Personal Use Only