________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવરાજર્ષિની કથા,
(૨૩૭) ભાજન ભર્યા. ત્યારપછી ત્યાં રહેલા દર્ભ, કુશ, કાષ્ઠ અને વૃક્ષની શાખાઓ ઉપરથી પાંદડાએ લીધાં. આ સઘળું ગ્રહણ કરી ઝૂંપડીમાં આવ્યા. ત્યાં વાંસમય ભાજન સ્થાપન કરી પ્રથમ દેવાર્ચનસ્થાનની પ્રમાજને કરી. છાણ વિગેરેથી ઉપલેપન કરી જળ છંટકાવથી તેનું સંશોધન કર્યું. ત્યારપછી હાથમાં દર્ભવાળે કળશ ગ્રહણ કરી ગંગાનદીમાં સ્નાન કરવા ગયા. ત્યાં મજજન વિગેરે કરી દેવ અને પિતૃકાર્ય (જલાંજલી દેવી વિગેરે) કરી પિતાની ઝૂંપડીના આંગણામાં આવી દર્ભ, કુશ અને રેતીથી વેદિકા રચી, અરણકાષ્ઠથી અગ્નિ ઉત્પન્ન કર્યો. તેમાં કાષ્ઠોને પ્રક્ષેપ કરી તેને પ્રજવલિત કર્યો. આ સઘળું કાર્ય કરી અગ્નિની દક્ષિણ પાસે (જમણી બાજુએ) પિતાના સાતે અંગેનું સ્થાપન કર્યા
૧ કંથા–ઉપગરણ વિશેષ, ૨ વકલ-ઝાડની છાલ ૩ સ્થાન-તિસ્થાન અથવા પાત્રસ્થાન. ૪ શાભાંડ શય્યા સંબંધી ઉપગરણે. ૫ કમંડલુ-ભાજનવિશેષ. ૬ દંડદારુ-દંડ, ૭ પતે.
ત્યારપછી એ જ અગ્નિથી બળી પકા, એ જ બળીથી પ્રથમ વૈશ્વાનરની પૂજા કરી પિતે પારણું કર્યું.
દ્વિતીય છઠ્ઠની તપશ્ચર્યા પણ પૂર્વોક્ત રીતિએ પૂર્ણ કરી પારણું સંબંધી સઘળે વિધિ એ પ્રમાણે કર્યો. માત્ર પૂર્વ દિશાને બદલે દક્ષિણ દિશામાં પ્રક્ષણ અને તેમને બદલે યમ લેકપાલની પ્રાર્થના કરી. ત્રીજા છઠ્ઠમાં પશ્ચિમદિશા અને વરુણદેવની અને ચોથા છઠ્ઠને પારણે ઉત્તર દિશા અને વૈશ્રમણની પ્રાર્થના કરી.
આ પ્રમાણે દશાચકવાલે કરી અનવરત છઠ્ઠ છઠ્ઠની તપસ્યાપૂર્વક આતાપના લેતા ભદ્રકપ્રકૃતિથી અને વિનય વિગેરે ગુણાથી શિવરાજર્ષિને વિર્ભાગજ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશમથી ઈહિ,
For Private and Personal Use Only