________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
ચોસઠ પ્રકારી પૂજા-અતર્ગત કથાઓ.
બાબતને હું વિચાર કરતે હતે.” તેં વિચાર બહુ સારે કર્યો, પણ તેને નિર્ણય શું કર્યો ? ” રેહકે કહ્યું કે–“જ્યાં સુધી પાંદડાની શિખાનો અગ્રભાગ સુકાતો નથી ત્યાં સુધી બંને સરખા હોય છે.” રાજાએ આનંદ પામીને પાસે રહેલાઓને તે હકીકત પૂછી, તે બધાએ પણ તે કબૂલ કર્યું. પછી રોહક સૂઈગયે.
વળી ફરીથી રાત્રિના બીજે પ્રહરે રાજાએ પૂછયું કે- “ અરે રેહક! જાગે છે કે ઊંઘે છે?” તેણે જાગીને કહ્યું:-“મહારાજ ! જાણું છું. ” રાજાએ પૂછ્યું : “શું વિચાર કરે છે?” રેહકે કહ્યું કે:-“ દેવ ! બકરીના પેટમાં લીડીઓ ગેળ કેમ થઈ જાય છે?” આ પ્રમાણે કહેવાથી રાજાને પણ તે વાતને સંશય થયે, તેથી તેણે રેહકને જ પૂછયું કે-“તે કેમ થતી હશે?” રાહકને કહ્યું કે –“મહારાજ! તેના ઉદરમાં સંવક નામને ફરતે પવન હોય છે, તેને લીધે લીંડીઓ ગેળ થઈ જાય છે.” પછી તે સૂઈ ગયે.
રાત્રિના ત્રીજા પ્રહરે રાજાએ તે જ પ્રમાણે પૂછવાથી રેહકે જાગીને કહ્યું કે–“ મહારાજ ! હું જાણું છું. ” રાજાએ પૂછયું કે –“શું વિચાર કરતો હતો?” તેણે કહ્યું કે “દેવ ! ખીસકેલીનું શરીર જેવડું જ પૂછડું હોય કે કાંઈ ન્યૂનાધિક હોય ?” એટલે તેનો નિર્ણય કરવાને અશક્ત રાજાએ તેને જ પૂછયું કે
પછી તેને શું નિર્ણય કર્યો ?” તેણે કહ્યું કે મહારાજ! બંને સરખા હોય છે. પછી તે સૂઈ ગયે.
રાત્રિને ચે પ્રહર વ્યતીત થયે પ્રભાત થયું, મંગળધ્વનિ થવા લાગ્યા અને સર્વ સ્થળે અજવાળું પ્રસરવા માંડયું ત્યારે રાજા જાગૃત થયા અને રેહકને બોલાવ્યું. અતિશય નિદ્રામાં લીન થઈ જવાથી કોઈ પણ પ્રત્યુત્તર તેણે આપ્યો નહિ; તેથી રાજાએ રમવાની લાકડી વડે જરા તેને સ્પર્શ કર્યો કે તરત જ તે સાવધાન
For Private and Personal Use Only