________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) ચેસઠ પ્રકારી પૂજા–સાથે કૂવાની છાયા કૂવામાં જ સમાય તેમ મારી ઈચ્છા માત્ર મનમાં જ સમાઈ ગઈ–ભાંગી ગઈ. દ્રવ્ય વિના એકે ઈચ્છા પૂરી થઈ નહીં. ૨. એક વણિકે એક સ્ત્રીને ધૂતી–છેતરી અને તેમાં જે પિસા મળ્યા તેના ઘેબર પિતાને ખાવા માટે કરાવ્યા, પણ તે તેને ખાવા મળ્યા નહિ ઘેબર કરાવીને પોતે ન્હાવા ગયે. ત્યાં તેને જમાઈ ઘરે આવ્યું, એટલે સાસુએ હેતથી તેને ઘેબર ખવરાવી દીધા. તે ખાઈને બહાર નીકળે એટલે સસરાજ સામા મળ્યા. પછી ઘરમાં જઈને જમવા બેઠા ત્યાં તે ભાણામાં જે આવતું હતું તે જ આવ્યું -ઘેબર ન આવ્યા. કારણ પૂછતાં હકીકત જાણી એટલે પછી જ્ઞાનદશા જાગી અર્થાતુ પિતાના ભેગાંતરાય કર્મનું ભાન થયું. ૩. કદી અજ્ઞાનકછાદિ કરવાથી બીજા ભવમાં ધનપતિ થાય તે પણ જે ભેગાંતરાયકર્મ બાંધેલ હોય તેનું ફળ આડું આવે–તેને ઉદય થાય એટલે રેગી થાય, પરવશ થાય, અન્ન ઉપર અરુચિ થાય, મમ્મણશેઠની જેમ સારું ધાન્ય ભાવે જ નહિ એવી સ્થિતિ થાય. ૪. આ ધૂપપૂજા કરીને હે પ્રભુ! હું ભેગની લબ્ધિ ક્ષાયિકભાવે પ્રાપ્ત થાય એમ ઈચ્છું છું માગું છું. આ પૂજા કરવાથી સાતમા ભવે વિનયંધર રાજા સિદ્ધિપદને પામ્યા છે, એમ શ્રી વીરપ્રભુએ જ કહેલું છે. ૫.
કાવ્યને અર્થ પૂર્વવત્. મંત્રનો અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–ભેગાંતરાય કર્મને નાશ કરવા માટે અમે પરમાત્માની ધૂપપૂજા કરીએ છીએ.
* મમ્મણ શેઠ પાસે પુષ્કળ લક્ષ્મી છતાં તેને તેલ ને ચોળા સિવાય બીજું કાઈ પચતું નહતું, ભાવતું પણ નહોતું.
For Private and Personal Use Only