________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેe. ૩)હિ)-છમિ
હ વિભાગ બીજે
કથા સંગ્રહ
વિશ્વ
પ્રથમ જ્ઞાનાવરણીય કર્મ પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૧૨)
૧. બુદ્ધિવભવ ઉપર રેહકની કથા
બુદ્ધિમાન મનુષ્યની ભક્તિપૂર્વક આરાધના કરવી, પણ તેને કિપાયમાન કરે નહિ. બુદ્ધિમાન પુરુષ સર્વ કાર્યોમાં રેહકાદિકની જેમ સહાય કરનાર થાય છે.”
માળવા દેશમાં ઉજ્જયિની નામે નગરી હતી. તે નગરની નજીક નટેનું નાનું સરખું એક ગામ હતું. તેમાં ભરત નામે નટ રહેતું હતું. તેની પ્રથમની પત્ની મરી ગઈ હતી. તેને રેહક નામને એક દીકરે હતું, પણ તે બાલ્યવયને હતે. પિતાની તથા પિતાના પુત્રની સેવા કરવા માટે તે નટ તરત જ બીજી સ્ત્રી પર. તે સ્ત્રી રેહકની અન્ન-પાન વિગેરેની બરાબર સંભાળ કરતી નહોતી, તેથી એક દિવસે રેહકે તેને કહ્યું કે –“માતા તમે મારી સાથે બરાબર સરખાઈથી વર્તતા નથી, તે તમારે સહન કરવું પડશે.” ઓરમાન માતાએ ઈષ્યથી કહ્યું કે—“અરે હિક ! તું મને શું કરી શકવાને છે?” રેહકે કહ્યું કે–“હું એવું કરીશ કે જેથી તું આવીને મારે પગે પડીશ.” આમ કહ્યા છતાં તેની અવજ્ઞા કરીને તે સ્ત્રીએ પોતાના વર્તનમાં સુધારો કર્યો નહીં. રાહકને પણ તે દિવસથી આરંભીને અપરમાતાને શિક્ષા આપવાનો ઘણે દઢ આગ્રહ થઈ ગયે.
એક દિવસ રાત્રે તે અચાનક તેના પિતાને કહેવા લાગ્યા
For Private and Personal Use Only