________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કમસૂદન તપને વિધિ
(૨૧) સવારે ઉઠ્યા પછી રાતે સૂતા સુધીમાં તમામ ક્રિયા રેજેરેજની પૂરી કરવી ફાલતુ વખતને સક્ઝાય ધ્યાન, ભાવના, ધર્મચર્ચા આદિમાં ઉપયોગ કરે.
સૂચના - એકાસણું, એકલઠાણું, એકદત્તિ, નિવિ, આયંબિલ એ પાંચ તપ ભરે ભાણે ખાવાના છે, પણ તેમાં ઊણેદરી તપ લક્ષમાં રાખવાથી પ્રમાદ ઘટે છે, જાગ્રતિ રહે છે અને શરીર તથા આત્માનું આરોગ્ય જળવાય છે. પીરસેલમાંથી એઠું મૂકવાનું નથી, થાળી આદિ વાસણ ધોઈને પીવાના છે, ખાતાં ખાતાં એઠા મઢે બોલવાનું નથી, જરૂર હોય તે પાણી પીને બોલવાનું છે. છો (ખાવાને છે) અષ્ટ કવલ નામને તપ છે તે તે મૂળમાં જ ચોથા ભાગને આહાર હોવાથી ઊદરી તપ પૂરી રીતે ખુલ્લે સમજાય છે, પણ તે કેવળ મેઢામાં મૂકતાં મુશ્કેલી પડે, ખરાબ દેખાવ થાય અને બીજા અનમેદન–અનુકરણ કરતાં અટકી જાય તેવા કવળ ન લેવાને ઉપગ રાખવાથી વધારે લાભ છે. મતલબ ચાલુ રીતે લેતા હોઈએ તે જ કવળ લે. એકલઠાણું તપમાં ફક્ત પિતાના ખાવાના જમણા હાથને કણથી પાંચ આંગળી સુધીને ભાગ જ હલાવવા સિવાય બાકીનું શરીર હલાવવાનું નથી તથા આંખેને ભાણા સિવાય બીજી તરફ હલાવવી-ચલાવવી બંધ રાખવાની છે.–આ તપ વધારે કઠણ છે.
એકદત્તિ એટલે મૂળ તો અજો માણસ પોતાની મરજી મુજબ એક વાર પીરસે તેટલું જ વાપરવાને તપ છે, પરંતુ એ મુશ્કેલ હોવાથી અજાણ્યો માણસ અનુભવ વિના વધુ ઓછું પીરસે જેથી અનુભવી માણસ તપવાળાને પૂછીને પીરસે છે તે સુલભ છે અને ઘણા ભાગે તેમ જ થાય છેપાણી અને ભેજન બંને એક એક વખત પીરસેલ વાપરવાનું. આ તપ મહાકલ્યાણકારી છે..
For Private and Personal Use Only