________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિશાળી હકની કથા ( ૨૨૫ ) કહ્યું કે—“પિતાજી! આ જુઓ, તે માણસ નાસી જાય છે.” તે દેખીને લજજા પામી તે પિતા પાછો વળે અને અંત:કરણમાં વિચારવા લાગ્યું કે –“પહેલાં પણ આ જ પુરુષ દીઠે હશે. બાળકના વચનથી મારી પત્નીને મેં વ્યભિચારિણું ચિતવી અને તેની સાથે રાગ ઓછો કર્યો, તેથી મને ધિક્કાર છે !” પછી પશ્ચાત્તાપપૂર્વક તેના ઉપર પ્રથમ કરતાં પણ અધિક રાગવાળા થયે. રેહકે વિચાર્યું કે—“આ સ્ત્રીનું વિપરીત કર્યું છે તેથી ખેદ પામેલી તે કઈ વખત મને મારી નાખશે.” આમ વિચારીને તે હમેશાં પોતાના પિતાની સાથે જ જમતે હતે-એકલો જમતે નહતે.
એક દિવસ તે તેના પિતા સાથે ઉજયિની ગયે. પિતાના ગામ કરતાં ઘણી સુંદર ઉજ્જયિનીને દેખીને વિસ્મિત મનવાળે તે રેહક આસપાસ તે જેતો વિચાર કરવા લાગે. પછી પિતાની સાથે તે નગર બહાર નીકળે. તે વખતે હું કાંઈક ભૂલી ગયે” તેમ યાદ આવવાથી ક્ષિપ્રા નદીના કાંઠા ઉપર રેહકને બેસાડીને તેને પિતા તે વસ્તુ લાવવા માટે પાછા ઉજજયિનીમાં ગયે. રેહકે નદીતીરે બેસી ક્ષિપ્રાનદીની રેતીમાં બાળપણની ક્રીડા કરતાં ચિત્રામણ કાઢી આખી ઉજજયિની નગરી ચીતરી. તેવામાં ઉજજયિનીને રાજા તે સ્થળે આવ્યું. રાજા તેનો ઘોડો રેહકે આળેખેલી ઉજજયિનીની વચ્ચે થઈને ચલાવવા લાગ્યા. તે જોઈને રેહકે કહ્યું કે:-“ અરે રાજપુત્ર! આ રસ્તે થઈને ઘોડે ચલાવશે નહિ.” રાજાએ પૂછયું કે–“કેમ?” રેહકે કહ્યું કે–“શું તમે આ રાજકુળ વિગેરે દેખતા નથી?” પછી કૌતુકથી રાજાએ અશ્વ ઉપરથી નીચે ઉતરીને ચિત્રામણ જોયું, તે તેણે આખી નગરી ચિત્રલી જોઈ. તેણે તે બાળકને પૂછયું કે – “અરે! તેં પહેલાં કેઈ વખત આ નગરી જોઈ હતી?” રેહકે કહ્યું કે “કેઈ વખત જોઈ નહતી, આજે જ મારે ગામથી હું
For Private and Personal Use Only