________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૬)
ચેસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ.
w
ક
અહીં આવેલ છું.” રાજાએ તે વાત સાંભળીને વિચાર્યું કે – “અહો ! આ બાળકનું બુદ્ધિકૌશલ્ય કેટલું છે?” પછી રાજાએ રેહકને પૂછ્યું કે –“ વત્સ! તારું નામ શું અને તું ક્યા ગામને રહેવાસી છે?” રેહકે કહ્યું કે–“મારું નામ રેહક છે, હું નટને પુત્ર છું અને પાસેના ગામમાં રહું છું. આ સમયે રાહકને બાપ નગરીમાંથી પાછા આવ્યું. પછી બંને પિતાના ગામ તરફ ચાયા.
રાજા સ્વસ્થાને જઈ વિચારવા લાગ્યું કે –“મારે પાંચમાં એક મંત્રી ઓછો છે. જે આ રેહકને સર્વ મંત્રીમંડળમાં શ્રેષ્ઠ મંત્રીપદે સ્થાપીને મહાબુદ્ધિશાળી એવા તેને પ્રથમ મંત્રી કરું, તે મારું રાજ્ય બહુ સારી રીતે ચાલે. પાયે બુદ્ધિબળથી યુક્ત એ રાજા અ૫ બળવાળે હોય તે પણ શારીરિક બહુ બળવાળા અલ્પબુદ્ધિથી જીતી શકાતું નથી, પરંતુ બુદ્ધિબળવાળે સુખેથી લીલામાત્રમાં વિજય પ્રાપ્ત કરે છે.”
આ પ્રમાણે વિચાર કરીને કેટલાક દિવસ પછી રેહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે સામાન્ય રીતે તે ગામના મુખ્ય પુરુષને ઉદ્દેશીને તેણે હુકમ કર્યો કે –“ તમારા ગામની બહાર એક મેટી શિલા છે, તેને ઉપાડીને રાજાના મંડપને યોગ્ય એવી તેની છત્રી બનાવરાવે.” આ રાજાને હુકમ આવવાથી રાજાને તે હુકમ અશક્ય છે તેમ વિચારીને સર્વ મનમાં આકુળવ્યાકુળ થઈ ગયા, નગરની બહાર તેઓ સર્વ એકઠા થયા અને પરસ્પર પૂછવા લાગ્યા કે –“રાજાના આ હુકમનું શું કરવું ? રાજાને આ આદેશ દુષ્કર છે, તે કાર્ય કઈ રીતે બની શકે તેમ નથી, પરંતુ જે તેના આદેશાનુસાર કરશું નહિ તે મહાઅનર્થ થવા સંભવ છે.” આ પ્રમાણે આકુળવ્યાકુળ થયેલા તે સર્વેને વિચાર કરતાં કરતાં મધ્યાહ્ન થયા. રેહક તેના બાપની સાથે જ
For Private and Personal Use Only