________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કળા
(૨૧૭)
સારી રીતે ઉદ્યાપન કરે. તે ઉદ્યાપનમાં આઠ દિવસ મળીને ૬૪ પૂજા જે ઉપર કહી ગયા તે ભણુ અને તેમાં નવા-નવા શુભ ભાવ ઉત્પન્ન કરે. આ મનુષ્યને ભવ પામીને તેમાં ખરેખર તે જ લહાવે લેવાનું છે. હે ભળે ! આ જનશાસન પૂર્વના પુણ્યદયથી જ પ્રાપ્ત થયું છે. ૪–૫.
તપગચ્છના રાજા શ્રી વિજ્યજિનેન્દ્રસૂરિના વર્તતા રાજ્યમાં શ્રી ખુશાલવિજયજી અને શ્રી માનવિજયજી ઉપાધ્યાયના આગ્રહથી આ પૂજાની રચના મેં કરી છે. વડઓશવાળ જ્ઞાતિના ગુમાનચંદના પુત્ર જેને સવા શાસનને રાગ છે એવા ભવાનચંદે ગુરુભક્તિપૂર્વક આ રચનાની અનુમેંદના કરીને તદ્યોગ્ય ફળ મેળવ્યું છે. હરણ, બળભદ્ર મુનિ અને રથકારક એ ત્રણેએ જેમ કરણ, કરાવણ ને અનુમોદન-કરવું, કરાવવું ને અનમેદવું–તેથી સરખા ફળની પ્રાપ્તિ કરી છે–ત્રણે પાંચમે દેવલેકે દેવ થયા છે, તેમ આ કાર્યમાં પણ કરનાર પંડિત વીરવિજયજી, કરાવનાર ખુશાલવિજય ને માનવિજય ઉપાધ્યાય અને અનુમોદનાર ઓશવાળ ભવાનચંદ ત્રણે સરખા ફળ મેળવે એ જ કર્તા કહે છે. ૬-૮.
શ્રી વિજયસિંહસૂરીશ્વરના ક્રિયાઉદ્ધાર કરનાર શિષ્ય સત્યવિજય ઉપાધ્યાય થયા, તેમના કપૂરવિજય થયા, તેમના ક્ષમાવિજય થયા–એ પ્રમાણે વિજયપરંપરા ચાલી. તે ક્ષમાવિજયના શિષ્ય શુભવિજય થયા કે જે મારા ગુરુ થાય છે. તેમના પ્રસાદને પામીને મેં આ રચના કરી છે. તેમના મુખ્ય શિષ્ય શ્રી ધીરવિજયજી ઉત્તમ અને આગમના સવાયા રાગવાળા થયા, તેમના લઘુ ગુરુભાઈ કે જેમણે રાજનગર(અમદાવાદ)માં મિથ્યાત્વને પુંજ બાળી નાખે–૮૮ક પક્ષને નિરુત્તર કર્યો એવા શ્રી વીરવિજયજી પંડિતે સકળ સંઘને સુખકારક એવી આ ચના કરી છે. આ રચના થયા પછી પહેલે રાજનગરમાં
For Private and Personal Use Only