________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪)
ચોસઠ પ્રકારી પૂજા સાથે
પામ્યા છે તે જ પ્રમાણે અમે પણ આપની ભક્તિ કરશું, તેમાં ખામી રાખશું નહીં. અને એવી સાચી શુદ્ધ અંતઃકરણની ભક્તિથી સાહિબને-આપને રીઝવીને આપને દિલમાં ધારણ કરશું. એટલે પછી ઓછાવર ગ વધામણા થશે અને અમે અમારા બધા. મનવાંછિત પૂર્ણ કરશું. ૬-૭. આ કર્મસૂદન પરૂપ વૃક્ષ ફળિભૂત થાય અને તેમાંથી જ્ઞાનરૂપી અમૃતની ધારા પ્રગટે એટલે હે શુભવીર પ્રભુ ! તમારા આશ્રયથી અમારે પણ જગતમાં જ્યજયકાર થાય. ૮.
(આ આઠે પૂજામાં અષ્ટપ્રકારી પૂજા ઉપરની કથાઓના નામે સૂચવ્યા છે તે કથાઓ આ પુસ્તકનું કદ વધી જવાના કારણથી તેમ જ તેને વિષય કર્મને લગતું ન હોવાથી અમે દાખલ કરેલ નથી. તે આઠે કથાઓ શ્રી વિજયચંદ્ર કેવળી ચરિત્રના ભાષાંતરમાં છે.)
કાવ્યને અર્થ પ્રથમ પ્રમાણે. મંત્રને અર્થે પૂર્વવતું, એમાં એટલું ફેરવવું કે આઠમા અંતરાયકર્મનો મૂળથી નાશ કરવા માટે અમે પરમાત્માની ફળપૂજા કરીએ છીએ.
कळश ( રાગ-ધનાશ્રી. દૂઠે તૂટે રે–એ દેશી. ) ગાયો ગાયે રે મહાવીર જિનેશ્વર ગાયો--આંકણી ત્રિશલામાતા પુત્ર નગીને, જગને તાત કહાયો; તપ તપતાં કેવળ પ્રગટા, સમવસરણ વિરચાય રે. મહા
For Private and Personal Use Only