________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૬). ચોસઠ પ્રકારી પૂજા-સાથે
ઢાળને અર્થ મુનિઓમાં તેમજ સામાન્ય કેવળી જિન)માં ઈંદ્ર સમાન એવા પ્રભુને જુઓ. જિતેંદ્ર ભગવાનનાં દર્શન કરે, (કે જેથી તમારા પાપકર્મ દૂર થાય.) અંતરાય કર્મની છેલ્લી (પાંચમી) વીતરાયરૂપ પ્રકૃતિને મૂળથી વિખેરીને–નાશ કરીને હે પરમાત્મા વીરપ્રભુ! તમે છેલ્લા શાસનના રાજા તીર્થકર થયા છે. આપના દર્શન કરીને અમે હર્ષમાં મગ્ન થયા છીએ અને આપની પાસે ક્ષાયિક ભાવે વીર્યગુણનું દાન માગીએ છીએ. (તે ગુણ અમને ક્ષાયિક ભાવે પ્રગટ થાય એમ ઈચ્છીએ છીએ.) ૧. એ પાંચમી અંતરાય કમની પ્રકૃતિના ક્ષય ઉપશમથી અમે લીન થઈએ-ખુશી થઈએ તેમ નથી, એ પ્રકૃતિના ઉદયથી આ જગતમાં ભૂલા, પાંગળા, બળહીણ એવા અનેક પ્રકારના જી થાય છે. વિરે સાળવી પણ એથી જ દીન થયેલ છે. ૨. વાસુદેવ, બળદેવ, ચક્રવતી અને ઇંદ્ર જેવા બળિયા પણ એ પ્રકૃતિના ઉદયથી આગામી ભવમાં નિબળ કુળમાં જન્મે છે–નિર્બળ થાય છે, અને પ્રકૃતિને દઢ ક્ષપશમ કરવાથી બાહુબળી જેવા અક્ષય બળવાન થાય છે કે જેને ચકવર્તી પણ જીતી શકતા નથી; તેમજ વાલીકુમારને પણ ધન્ય છે કે જે રાવણ જેવા પ્રતિવાસુદેવને પણ કાખમાં ઘાલી સમુદ્ર ફરતે ફેરો મારી આવ્યા હતા. એવે આ પ્રકૃતિના દઢ ક્ષયે પશમને પ્રભાવ છે. ૩. હે પ્રભુ! આપના દર્શન થવાથી અમારે મનુષ્ય જન્મ સફળ થયે છે. હવે આપને સાંઈને-પ્રભુને પાર્શ્વમણિ જેવા જાણીને અમે લેહચમકની જેમ ભક્તિવડે આપની સાથે હળીમળી જવા માગીએ છીએ. એટલે સુવર્ણરૂપ થઈ જવા ઈચ્છીએ છીએ. ૪. કીરપિપટ તેનું યુગળ ચાંચમાં શાળ લાવીને પ્રભુની પાસે ધરવાથીપ્રભુપૂજા કરવાથી દેવ થયેલ છે. શ્રી શુભવીર પ્રભુની અક્ષતવડે
For Private and Personal Use Only