________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) એસઠ પ્રકારી પૂજ-સાથે તપસ્વી એવા મુનિને નમસ્કાર ન કર્યો, જીવોની હિંસા કરી છે પરમાત્મા! આ સંસારમાં તમારા જેવો નાથ મને મળે નહીં તેનું આ પરિણામ છે. ૨-૩. વળી મેં રાંક ઉપર કેપ કર્યો, કેઈનાં માઠા કર્મો પ્રકાશિત કર્યા, ધર્મમાર્ગોને લેપ કર્યો, પરમાર્થની વાત કરનારાની હાંસી કરી, ભણનારને ભણવામાં અંતરાય કર્યો, કેઈ દાન દેનારને વાર્યા–દાન દેવા ન દીધું, ગીતાર્થોની હેલણ કરી, જૂઠું બોલ્યા, પારકું દ્રવ્ય ચેર્યું, સેવકે, પશુઓ, બાળકે ને દીન જનેને ભૂખ્યા રાખીને પોતે જપે, ધર્મ કરતી વખતે બળહીન થયે અને પરસ્ત્રી સાથે આનંદથી રમ્ય, (તે વખત બળ આવ્યું), બેટા કાગળ (હુંડીઓ) લખીને વ્યાપાર કર્યો, પારકી થાપણુ રાખીને એળવી, નાના બાળકોને અને કુંવારી કન્યાઓને ભેળવીને પરદેશમાં વેચ્યા, પિટને પાંજરામાં પૂર્યા. હે પરમાત્મા ! આવી કેટલીક વાત કરું ? મેં આવા અનેક પ્રકારેવડે અંતરાયકર્મ બાંધ્યું. હે નાથ ! હે જગધણું! આપ તે બધી હકીકત જ્ઞાનવડે જાણે છે. ૪-૮. પ્રભુની જળપૂજા કરવાથી સમશ્રી બ્રાહ્મણ મુક્તિપદને પામી છે. શ્રી શુભવીર પરમાત્મા જગતના આધારભૂત છે, તેમની આજ્ઞા મેં પણ મસ્તકે ધારણ કરી છે. ૯. (સોમશ્રીની કથા શ્રી વિજયચંદ કેવળીના ચરિત્રમાં છે. તેનું ભાષાંતર અમે છપાવેલું છે ત્યાંથી વાંચવી.)
- કાવ્યને અર્થ પૂર્વવતું. મંત્રને અર્થ પૂર્વવતું, તેમાં એટલું ફેરવવું કે-અંતરાયકર્મ બાંધવાના સર્વે કારણેને ઉચ્છેદ કરવા માટે અમે પ્રભુની જળપૂજા કરીએ છીએ.
For Private and Personal Use Only