________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬)
ચેસઠ પ્રકારી પૂજા–સાથે
હે ગરીબનિવાજ! એટલી તે આ ગરીબ સેવક ઉપર નિવાજ (કૃપા) કરે. જે આપની મહેર નજર થાય તો સેવકનું કામ થઈ જાય અને લૌકિકમાં ને લોકોત્તરમાં હું દેશું. ૪. જે કે હું તે કઠિન કર્મોથી જડેલે–સંકળાયેલ છું, પરંતુ આપને મુખે ચડ્યો છું, તે છતાં મારી આવી સ્થિતિ રહેલી હોવાથી હું વાત કરતાં લાજું છું. આપ તે તેજસ્વરૂપીપણે ગવાયું છે અને હું તે કર્મને પડળે છવાયેલો છું, તે હે પ્રભુ! હવે એટલે અતર ભાંગી નાખે. ૫. શ્રેણિક વિગેરે નવ જણે આપના વખતમાં જિનપદ (તીર્થકરનામકર્મ) ઉપાર્જન કર્યું તે આપની સેવાનું-કૃપાનું જ પરિણામ છે. તેમણે આપની સાચી ભક્તિ કરી, કારણ કાર્યને વેગ મળે, તે તેને કરોડગણું ફળ આપી દીવાજ્યા–રાજી કર્યા. ૬. અમે પણ આ કર્મસૂદન તપ કરીએ છીએ, જ્ઞાનદશાએ જાગૃત થઈ અવાજ (પ્રાર્થના) કરીએ છીએ, હવે જે આ૫ આશિષ આપે તે હે શુભવીર પરમાત્મા ! અમે આપને બળે ગાજી રહીએ અને અમારું કોઈ નામ પણ લઈ શકે નહીં. ૭.
- કાવ્યને અર્થ પૂર્વવત્ - મંત્રનો અર્થ પૂર્વવત્, તેમાં એટલું ફેરવવું કે–જેમણે ત્રકમ સર્વથા દૂર કર્યું છે એવા પરમાત્માની અમે ફળવડે પૂજા કરીએ છીએ.
ઈતિ સપ્તમ દિવસ અથાપનીય ગોત્રક પૂજા સમાપ્ત
* શ્રી વીર પ્રભુના સમયમાં સુલસા, શ્રેણિક, અબડરેવતી, સુપાર્શ્વ (વીર પ્રભુના કાકા), શંખ, આનંદ, કુણિક અને ઉદાયી રાજા. આ નવે મનુષ્યોએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું છે.
For Private and Personal Use Only