________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪ દિવસ-નામ ક્રમ-નિવારણ પૂજા.
( ૧૪૭)
છું, તેા હવે વીંછડશે. નહીં-મારાથી છૂટા પડશેા નહિ, એક શરીરમાં એક જીવ હોય તે ચેાથા પ્રત્યેકનામકર્મથી જીવ પ્રત્યેક કહેવાય છે, તેમાં પણ હું વડાઈ–મેાટાઇ પામ્યો છુ. ૧–૩, પાંચમા સ્થિરનામકર્મ થી દાંત વિગેરે અંગોપાંગ સ્થિર થાય છે, તથાપિ અમે તે અમારું મન પણ તમારામાં સ્થિર કર્યું છે. નાભિ ઉપરનું શરીર છ શુભનામકર્મના ઉદયથી શુભ કહેવાય છે. તેને સહુ શુભપણે જુએ છે. તે શુભપણાથી મે આપને મારા હૃદયકમળમાં ધારણ કર્યાં છે. ૪. સાતમા સુભગનામકર્માંથી હું સર્વને વહાલા લાગુ છું અને તેથી જ અમારા ઘરમાં-અંતરમાં તમારા પગલાં થયા છે. આઠમા સુસ્વરનામકથી મારા સ્વર સૌને મીઠા લાગે છે, પણ તે તમારા ગુણુરૂપ આમ્રની મંજરીના સેવનનુ ફળ છે. તમારા ગુણગ્રામ કરવાથી જ હું સુવરવાળા થયા છું. ૫. નવમા આદેયનામકર્મથી જગતમાં સૌ માને તેવા વચનવાળા આ જીવ થયા છે, તે પણ શ્રી શુભવીર પરમાત્મા મારે મુખે ચડ્યા છે તેને જ પ્રભાવ છે. દશમા જસનામકર્મ થી લેાકેા જસ (ચશ) ગાય છે—પોતાના મુખ્ય (મુરબ્બી) બનાવે છે તે પણ તમારાવડે જ-તમારા પ્રતાપથી જ થયેલ છે. ૬.
કાવ્યને અર્થ પૂર્વવત્ .
મંત્રના અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલુ ફેરવવુ કે-ત્રસદશકના નિવારણ માટે અમે પ્રભુની પુષ્પપૂજા કરીએ છીએ.
For Private and Personal Use Only