________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૬ )
ચોસઠ પ્રકારી પૂજ–સાર્થ વૃત્તાન્તને જાણી શકે છે, તેથી પૂર્વભવના વૈરને લઈને ત્યાં જેમ રાવણ લક્ષ્મણની સાથે લડતા હતા તેમ પરસ્પર ઘાત કરતા સતા લડે છે. (આ ત્રીજા પ્રકારની વેદના છે.) પ. પરમાધામીઓ તેને એ પ્રમાણે માંહોમાંહે લડતા જોઈને અગ્નિકુંડમાં નાખે છે. એ રાવણ અને લમણને સમજાવવા સીતે બારમા દેવલોકમાંથી ત્યાં–ચેથી નરકમાં આવીને બૂઝવ્યા છે– સમજાવ્યા છે ને લડતા વાર્યા છે. (પરમાધામીને પણ વધારે દુ:ખ ન દેવા ભલામણ કરી છે.) ૬. વસુ રાજા અસત્ય બોલવાથી નરકે ગયે. સુભૂમચકવતી જે વીર અતિલોભથી સાતમી નરકે ગયે. તે ના નરકના દુ:ખે સાંભળતાં હૃદય કમકમે છે અને શરીરમાં ઘૂજ વછૂટે છે. ૭. આ નરકગતિના આયુને બંધ પહેલે ગુણઠાણે જ થાય છે, ઉદય ચોથા ગુણઠાણ સુધી અને સત્તામાંથી સાતમે ગુણઠાણે નાશ પામે છે. તે કર્મને નાશ કરવા માટે આ કર્મસૂદન તપ શ્રી શુભવીર પરમાત્માએ-તે દયાળુએ કહેલ છે. તે તપ આ કર્મના નાશરૂપ ફળ આપે. ૮.
કાવ્યને અર્થ પૂર્વવતુ મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કેનરકગતિના આયુરૂપ બેડીને વંસ કરવા માટે અમે પ્રભુની ફળપૂજા કરીએ છીએ.
For Private and Personal Use Only